જાડેજાએ જણાવ્યો ઇજાથી બચવાનો ફોર્મ્યૂલા, બોલ્યો-મેદાનમાં સંતાઈ નહીં શકું, પણ...

PC: espncricinfo.com

ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બુધવારે કહ્યું કે, 'ઇંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ છે અને મેજબાન ટીમને 5 મેચોની ટેસ્ટ સીરિઝ જીતવા માટે બસ તેની અતિ આક્રમક શૈલીથી સામંજસ્ય બેસાડવાની જરૂરિયાત છે. ઇંગ્લેન્ડે હૈદરાબાદમાં સીરિઝની શરૂઆતી મેચમાં ભારતને હરાવી હતી, પરંતુ મેજબાન ટીમે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટમાં મજબૂત વાપસી કરીને બરાબરી હાંસલ કરી લીધી છે. ત્રીજી ટેસ્ટ ગુરુવારથી રાજકોટમાં શરૂ થઈ રહી છે.

રવીન્દ્ર જાડેજાએ ત્રીજી ટેસ્ટની પૂર્વ સંધ્યાએ કહ્યું કે, 'હું ઇંગ્લેંડને (સૌથી સખત) ટીમોમાંથી એક નહીં કહું. અન્ય ટીમો માટે ભારત આવવું અને અહી આવીને જીતવું સરળ નથી. તે આક્રમક થઈને રમે છે. અમારે બસ સામંજસ્ય બેસાડવું પડશે અને તે મુજબ યોજના બનાવવી પડશે. પગની માંસપેશીઓમાં ઇજાના કારણે બીજી ટેસ્ટ ન રમનાર રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, 'જો પહેલી ટેસ્ટની બીજી ઇનિંગમાં નાની નાની ભૂલ ન થતી તો અમે ન હારતા.'

હાલમાં ઇજાથી ઝઝૂમવા બાબતે રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, 'એ નિરાશાજનક છે, પરંતુ હાલના દિવસોમાં ક્રિકેટની મેચ ખૂબ વધી ગઈ છે અને એ હંમેશાં મગજમાં રહે છે. હું મેદાનમાં છુપાઈ તો નહીં શકું, હું કોઈ પણ ફોર્મેટમાં હંમેશાં મહત્ત્વપૂર્ણ જગ્યાએ રહું છું અને કદાચ આ જ કારણ છે (ઇજા થવાનું) અને બૉલ મોટા ભાગે મારી પાસે આવે છે. રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, ઇજાથી બચવા માટે તેણે ચતુરાઈ ભરેલા બદલાવ કરવા પડશે. હું પોતાનું 100 ટકા આપવા માગું છું અને પોતાના શરીરને બચાવવા માગીશ અને જ્યારે જરૂરિયાત ન હોય તો કૂદવાથી બચીશ. બસ એ છે.

તેણે આગળ કહ્યું કે, હું તેની બાબતે વધુ વિચારતો નથી કેમ કે એવું (ઇજાથી વાપસી) પહેલા પણ થઈ ચૂક્યો છે. રવીન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટ માટે સપાટ પીચની આશા કરી રહ્યો છે. તેણે કહ્યું કે, અહી વિકેટ સપાટ અને સખત છે, પરંતુ આ એ વાત પર નિર્ભર કરે છે કે તેણે તેને કેવી રીતે તૈયાર કરી છે. અહી વિકેટ સારી દેખાય છે. અહી વિકેટ દરેક મેચમાં અલગ પ્રકારની વ્યવહાર કરે છે. ક્યારેક ક્યારેક એ સપાટ રહે છે. ક્યારેક ક્યારેક સ્પિનને અનુકૂળ હોય છે, ક્યારેક ક્યારેક એ 2 દિવસ સુધી સારી રમે છે અને પછી ટર્ન કરવા લાગે છે. મારું માનવું છે કે એ પહેલા સારું રમશે અને પછી ધીરે ધીરે તૂટશે અને બૉલ ટર્ન લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp