દીકરી સારા આ એપથી ખૂબ પૈસા કમાઇ રહી છે, શું સચિને આવું કહ્યું? જાણો હકીકત

PC: livemint.com

ક્રિકેટર સચિન તેંદુલકર ડીપફેક વીડિયોના શિકાર થયા છે. આ પહેલી વખત નથી, જ્યારે ડીપફેક વીડિયોએ મોટા મોટા સેલિબ્રિટીને પરેશાન કરી દીધા હોય. આ અગાઉ એક્ટ્રેસ રશ્મિકા મંધાનાનો ડીપફેક વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ રશ્મિકા મંધાનાના બચાવમાં અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ સરકારે એક્શન મૂડમાં આવવું પડ્યું હતું. હાલમાં જ સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પર ડીપફેક વીડિયોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે એક ડીપફેક વીડિયોમાં એવું દેખાડવામાં આવ્યું છેકે સચિન તેંદુલકર એક ગેમિંગ એપ Skyward Aviator Questને પ્રમોટ કરી રહ્યા છે. આ વીડિયોમાં સચિન તેંદુલકર એમ કહેતા નજરે પડ્યા અને સાંભળી શકાય છે કે તેમની દીકરી સારાએ એપથી ખૂબ પૈસાની કમાણી કરી છે. આ મામલે સચિન તેંદુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને આ પ્રકારના નકલી ડીપફેક વીડિયો વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

સાથે જ તેમણે ટેક્નોલોજીના ખોટા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. આ એક નકલી વીડિયો છે, જેને ડીપફેકની મદદથી બનાવાવમાં આવ્યો છે. સચિન તેંદુલકરનું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એલર્ટ રહેવાની જરૂરિયાત છે. સાથે જ ટેક્નોલોજી પ્લેટફોર્મે જવાબદાર બનવું જોઈએ અને એવા ડીપફેક વીડિયો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ.

શું છે ડીપફેક વીડિયો?

ડીપફેકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરીને એક નકલી વીડિયો તૈયાર કરવામાં આવે છે જે જોવા અને સાંભળવામાં એકદમ રિયલ વીડિયો લાગે છે. એ કોઈ વ્યક્તિના બોલવા અને તેના દેખાવની વસ્તુને મળાવીને બનાવવામાં આવે છે. આજના સમયમાં ડીપફેક ટેક્નોલોજી સાઇબર ગુના માટે ઉપયોગ કરવામાં આવી રહી છે. સચિન તેંદુલકરના ડીપફેક વીડિયો મામલે કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે બધી સોશિયલ મીડિયા કંપનીઓને નોટિસ મોકલીને તેમને પોતાના પ્લેટફોર્મથી આ ડીપફેક વીડિયોને હટાવવાનાનિર્દેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp