ઈંગ્લેન્ડ મેચ હારી તો કેપ્ટન બેન સ્ટોક્સ આ નિયમ બદલવાની વાત કરવા લાગ્યો

PC: espncricinfo.com

ઇંગ્લિશ ટીમને ભારતીય ટીમ સામે રાજકોટ ટેસ્ટમાં નિરાશાજનક હાર મળી. ભારતીય ટીમે આ મેચને 434 રનના મોટા અંતરથી પોતાના નામે કરી દીધી. મેચ પૂરી થયા બાદ ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ DRSના એક નિર્ણયને લઈને નિરાશ નજરે પડ્યો અને તેણે નિયમમાં બદલાવની માગ કરી નાખી. બેન સ્ટોક્સે આ માગ જેક ક્રાઉલીને વિવાદાસ્પદ રૂપે આઉટ આપવાને લઈને કરી. બેન સ્ટોક્સ મુજબ, DRSથી અમ્પાયર્સ કોલને હટાવી દેવો જોઈએ. તેણે મેચ બાદ કહ્યું કે, 'રિપ્લેમાં બૉલ સ્પષ્ટ સ્ટમ્પ્સથી બહાર જતો નજરે પડી રહ્યો હતો.

તેને જ્યારે ઍમ્પયાર કોલ માનવામાં આવ્યો તો અમે થોડા ભ્રમિત થયા. રેફરીએ કહ્યું કે, નંબરોના હિસાબે એ સ્ટમ્પને હિટ કરી રહ્યા હતા, પરંતુ પ્રોજેક્શન ખોટું હતું. હું તેનો અર્થ જાણતો નથી. મને અંગત રૂપે લાગે છે કે અમ્પાયર કોલને હટાવી દેવો જોઈએ. જો બૉલ સ્ટમ્પ પર લાગી રહ્યો છે તો તે લાગી રહ્યો છે. રમતનો મેદાન બધા માટે બરાબર હોવું જોઈએ. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગની નવમી ઓવર જસપ્રીત બૂમરાહ નાખી રહ્યો હતો. ઓવરનો બીજો બૉલ જેક ક્રાઉલીના પેડ પર જઈને અથડાયો.

અપીલ બાદ ગ્રાઉન્ડ અમ્પાયરે જેક ક્રાઉલીને આઉટ આપી દીધો. ક્રાઉલીએ અમ્પાયરને નિર્ણયને પડકાર આપતા DRS લીધો. રિપ્લેમાં જોવા પર એમ લાગ્યું કે, બૉલ સ્ટમ્પ સાથે લાગી રહ્યો નથી, પરંતુ પછી તેને અમ્પયાર કોલ માનવામાં આવ્યો અને ક્રાઉલીને પીચ છોડીને જવું પડ્યું. આ વિવાદાસ્પદ નિર્ણયને લઈને ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ અને કોચ બ્રેન્ડન મેક્કુલમ મેચ રેફરી પાસે પણ ગયો હતો.

આ અગાઉ વાઈજેક ટેસ્ટમાં પણ LBWને લઈને વિવાદ થયો હતો અને ખાસ વાત એ હતી કે એ વખત પણ જેક ક્રાઉલીને લઈને જ વિવાદ થયો હતો. મેચની ચોથી ઇનિંગની 42મી ઓવર કુલદીપ યાદવ નાખી રહ્યો હતો. તેનો બૉલ જેક ક્રાઉલીના પેડ પર જઈને લાગ્યો, પરંતુ કુપદીપ યાદવ અને ભારતીય ટીમની અપીલ નકારતા અમ્પાયરે જેક ક્રાઉલીને નોટઆઉટ આપી દીધો. કુલદીપના કહેવા પર કેપ્ટને રોહિત શર્માએ રિવ્યૂ લીધું. રિપ્લેમાં જોવા મળ્યું કે, બૉલ લેગ સ્ટમ્પની લાઇન બહાર પિચ થયો હતો, પરંતુ જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લે જોયું તો બૉલ લાઇનમાં પીચ થયો અને આ કારણે જેક ક્રાઉલીને આઉટ આપવામાં આવ્યો.

ક્રાઉલી આ દરમિયાન સારા ટચમાં નજરે પડી રહ્યો હતો. તેની આ વિવાદિત વિકેટને લઈને બેન સ્ટોક્સે ખોટો નિર્ણય આપવાનો આરોપ લગાવ્યો હતો. રમતમાં ટેક્નોલોજીનો ઉપયોગ સ્પષ્ટ રૂપ થાય છે. એ વાત દરેકને ખબર છે કે ક્યારેય 100 ટકા સાચો નહીં હોય શકે, એટલે અમારી પાસે અમ્પાયર્સ કોલનું ઓપ્શન હોય છે. મને લાગે છે કે આ અવસર પર ટેક્નોલોજી સારું પરિણામ આપ્યું. ઉલ્લેખનીય છે કે, 5 મેચોની સીરિઝમાં 3 મેચ રમાઈ ગઈ છે. જેમાંથી ઈંગ્લેન્ડને એક જ્યારે ભારતીય ટીમે 2 મેચ જીતી છે. સીરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીએ રાંચીમાં રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp