બાંગરનો પુત્ર આર્યન ઝેન્ડર બદલી અનાયા બન્યો, વ્યક્ત કરી પીડા

PC: hindi.filmibeat.com

ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ અને પૂર્વ બેટ્સમેન સંજય બાંગરના પુત્ર આર્યનએ અનાયા બનવા માટે પોતાનું લિંગ બદલવાનો નિર્ણય કર્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર રીલ વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને MS ધોની સાથે જોવા મળ્યો હતો. જોકે, વીડિયો વાયરલ થતાં તેણે તેને ડિલીટ કરી દીધો હતો. આ સાથે એક લાંબી પોસ્ટ લખતી વખતે તેણે દેશ માટે ક્રિકેટ ન રમી શકવાની પીડા પણ વ્યક્ત કરી છે.

અહેવાલો અનુસાર, અનાયા સ્થાનિક ક્રિકેટ ક્લબ ઇસ્લામ જીમખાના માટે રમતી હતી, ત્યારપછી તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું. હવે ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરની રહેવાસી હોવાને કારણે તે કાઉન્ટી ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે, તેની વિગતો જાણી શકાઈ નથી.

અનાયાએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર તેની સફરની એક રીલ શેર કરી હતી, જેમાં તે વિરાટ કોહલી અને MS ધોની જેવા ખેલાડીઓ સાથે આર્યન તરીકે જોવા મળી હતી. આ રીલમાં, બેટ્સમેન તરીકેની તેની કુશળતાની ઝલક પણ બતાવવામાં આવી હતી, જેમાં તેણે એક ઇનિંગમાં 145 રન બનાવ્યા હતા. જો કે, અનાયા અને અન્ય ઘણી ટ્રાન્સજેન્ડર મહિલાઓ માટે કમનસીબી એ છે કે ICC અને ECB બંનેએ તેમના પર મહિલા ક્રિકેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

ICCએ નવેમ્બર 2023માં જાહેરાત કરી હતી કે, જે પણ ખેલાડી પોતાનું લિંગ પુરુષમાંથી સ્ત્રીમાં બદલશે તેને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. પછી ભલે તેઓ કોઈ સર્જરી અથવા લિંગ પરિવર્તન સારવારમાંથી કેમ પસાર ન થયા હોય. તાજેતરમાં, ECBએ પણ અહીં આ જ નિર્ણયનો અમલ કર્યો હતો. ટ્રાન્સજેન્ડર મહિલાઓને મહિલા ડોમેસ્ટિક ક્રિકેટમાં ટોપ લેવલ પર રમવા પર પ્રતિબંધ છે.

અનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે પોસ્ટ કર્યું હતું, જેમાં તેણે આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. તેણે લખ્યું, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે આ રમત છોડી દેવી પડશે, જે મારુ ઝનૂન છે, મારો પ્રેમ છે. પરંતુ અહીં હું એક દર્દનાક સત્યનો સામનો કરી રહી છું... જે રમતને હું આટલા લાંબા સમયથી પ્રેમ કરતી હતી તે મારી પાસેથી દૂર થઇ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Anaya Bangar (@anayabangar)

તેણે આગળ લખ્યું, વધુ દુઃખની વાત એ છે કે, ક્રિકેટમાં ટ્રાન્સ મહિલાઓ માટે કોઈ યોગ્ય નિયમો નથી. એવું લાગે છે કે, સિસ્ટમ મને બાકાત કરી રહી છે, તેનું કારણ એ નથી કે મારામાં જુસ્સો અથવા પ્રતિભાનો અભાવ છે, પરંતુ એટલા માટે કે નિયમો મારી વાસ્તવિકતાને સમજી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp