બાંગ્લાદેશે ઉડાવ્યા ICCના નિયમોના ધજાગરા, પાકિસ્તાની અમ્પાયરે પણ આપ્યો સાથ

PC: crickettimes.com

બાંગ્લાદેશે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024ની સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. પોતાની અંતિમ ગ્રુપ મેચમાં બાંગ્લાદેશે નેપાળને 21 રનથી હરાવી દીધી. 17 જૂને કિંગ્સટાઉનના અર્નોસ વેલ ગ્રાઉન્ડમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે 106 રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ માત્ર 85 રન પર સમેટાઇ ગઈ. બાંગ્લાદેશ-નેપાળની મેચ દરમિયાન હોબાળો પણ થયો. આ મેચ પર બાંગ્લાદેશ ખેલાડીઓએ ICC નિયમોના ધજાગરા ઉડાવી દીધા. તેની સાથે જોડાયેલો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં બાંગ્લાદેશી ખેલાડી જેકર અલી ડ્રેસિંગ રૂમ તરફ જોયા બાદ સાથી ખેલાડી તંજીમ હસન સાકીબને DRS લેવા કહે છે. આ આખી ઘટના બાંગ્લાદેશની ઇનિંગની 14મી ઓવરમાં થઈ. આ ઓવરમાં નેપાળી સ્પિનર સંદીપ લામીછાનેનો પહેલો બૉલ બાંગ્લાદેશી બેટ્સમેન તંજીમ હસન સાકીબની પાછળની જાંગ પર લાગ્યો. સાકીબ સ્વીપ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે પૂરી રીતે ચૂકી ગયો. નેપાળી ખેલાડીઓએ અપીલ બાદ ફિલ્ડ અમ્પાયરે તંજીમ સાકીબને આઉટ આપી દીધો.

તંજીમ હસન સાકીબ પોવેલિયન ફરવાના મૂડમાં હતો, પરંતુ આ દરમિયાન જેકર અલીએ રિવ્યૂ લેવા કહ્યું. જેકરે આ દરમિયાન ડ્રેસિંગ રૂમની સલાહ લીધી. જો કે, ત્યારે તંજીમે રિવ્યૂ માટે T સાઇન બનાવ્યું, ત્યાં સુધી 15 સેકન્ડ વીતી ચૂકી હતી એ છતા પાકિસ્તાનના અહસાન રજા (ફિલ્ડ અમ્પાયર)એ થર્ડ અમ્પાયર પાસે આ મામલો મોકલ્યો. ત્રીજા અમ્પાયરે વીડિયો ફૂટેજ જોયા બાદ તંજીમ હસન સાકીબને નોટ આઉટ આપી દીધો.

બૉલ ટ્રેકરથી ખબર પડી કે બૉલ ઓફ સ્ટમ્પને મિસ કરી રહ્યો છે. જો કે, આ ઘટના બાદ સાકીબ પીચ પર વધારે સમય ટકી ન શક્યો. સંદીપ લામીછાનેના બીજા જ બૉલ પર તે ક્લીન બોલ્ડ થઈ ગયો. નિયમાનુસાર ખેલાડી ડગાઉટ/ડ્રેસિંગ રમ તરફ નહીં જોઈ શકે. સાથે જ ડગાઉટમાં બેઠા કોચ કે બીજી વ્યક્તિ પાસે મદદ નહીં લઈ શકે. ICCની મેચ પ્લેઇંગ કન્ડિશન્સ મુજબ અમ્પાયરને જો લાગે છે કે ફિલ્ડિંગ કેપ્ટન કે બેટ્સમેન બહારથી કોઈ વસ્તુને લઈને ઇશારા મળ્યા છે તો તે સમીક્ષાની માગને રદ્દ કરી શકે છે.

આ ઘટનાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથની યાદ અપાવી દીધી. માર્ચ 2017માં ભારત વિરુદ્ધ બેંગ્લોર ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન તત્કાલીન કેપ્ટન સ્મિથને અમ્પાયરે આઉટ આપી દીધો હતો. પરંતુ સ્મિથે સમીક્ષા માટે બીજી તરફ ઊભા પીટર હેન્ડ્સકોમ્બ સાથે વાત કરી અને આ દરમિયાન ડ્રેસિંગ રૂમ તરફ જોતા DRS પર સલાહ લેવાનો પ્રયાસ કર્યો. લોંગે સ્મિથને એમ કરતા રોકી દીધો હતો. ભારતના તત્કાલીન કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સ્મિથે કહ્યું હતું ક, તેણે કોઈ સલાહ લીધી નથી અને એ બધા ગભરાટમાં થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp