બાંગ્લાદેશમાં થનારા T20 વર્લ્ડ કપ પર લાગશે બ્રેક! તખ્તાપલટ પર ચાંપતી નજર

PC: ICC

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની આંતરીક સુરક્ષા ટીમ બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજકતા પર ચાંપતી નજર રાખી રહી છે. કેમ કે આ દેશમાં ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પહેલાથી નક્કી શેડ્યૂલ મુજબ, બાંગ્લાદેશે 2-20 ઓક્ટોબર સુધી મહિલા T20 વર્લ્ડ કપની મેજબાની કરવાની છે. બાંગ્લાદેશમાં ફેલાયેલી હિંસાના કારણે વડાપ્રધાન શેખ હસીનાને રાજીનામું આપીને દેશ છોડીને ભાગવું પડ્યું.

સેના પ્રમુખ જનરલ વકાર ઉજ જમાએ સોમવારે ઢાકામાં હસીના સરકાર વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન વચ્ચે કહ્યું કે, બાંગ્લાદેશમાં એક વચગાળાની સરકાર સત્તા સંભાળશે. દેશમાં ફેલાયેલી હિંસામાં છેલ્લા 2 દિવસમાં 100 કરતા વધુ લોકોના મોત થયા છે. ICC આ મુદ્દા પર અત્યારે ઇંતજાર કરવાની નીતિ અપનાવી રહી છે. ICC બોર્ડના એક સભ્યએ કહ્યું કે, ICC પાસે અત્યારે બધા સભ્ય દેશોમાં એક સ્વતંત્ર સુરક્ષા દેખરેખ પ્રણાલી છે. સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પરંતુ ટૂર્નામેન્ટ શરૂ થવામાં 7 અઠવાડિયા બાકી છે. એવામાં તેના પર ટિપ્પણી કરવી વહેલી ગણાશે કે ટૂર્નામેન્ટને બાંગ્લાદેશથી ટ્રાન્સફર કરવામાં આવશે કે નહીં.

ICCના અધિકારીએ કહ્યું કે, માર્ચ 2022માં શ્રીલંકા અશાંતિની એવી જ સ્થિતિ હતી, જ્યારે પ્રદર્શનકારીઓએ ભ્રષ્ટાચાર અને મુદ્રાસ્ફીતિનો સંદર્ભ આપતા પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેન સત્તાવાર આવાસ હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે જૂનમાં દ્વિપક્ષીય સીરિઝ માટે ત્યાંની યાત્રા કરી હતી. બાંગ્લાદેશમાં વર્લ્ડ કપ ઢાકા અને સિલહટમાં આયોજિત થવાનો છે.

ભારતના વિદેશ મંત્રાલયે આગામી સૂચના સુધી ભારતીય નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સખત સલાહ આપી છે. BCCI  આ પ્રકારની સ્થિતિઓમાં હંમેશાં સરકારની સલાહ માને છે. ICC પાસે અનિવાર્ય સંજોગો માટે આકસ્મિક યોજનાઓ છે અને આ મામલે શ્રીલંકા કે ભારત એક વિકલ્પ બની શકે છે.  શ્રીલંકાએ 2012ના પુરુષ T20 વર્લ્ડ કપ સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે ત્યાં આયોજિત કરવામાં આવ્યો હતો.

એ જોવાનું રસપ્રદ રહેશે કે શું SENA દેશ (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન અને ઓસ્ટ્રેલિયા) પોતાની મહિલા ટીમોને એવા દેશમાં મોકલે છે જ્યાં સુરક્ષા સ્થિતિ નબળી રહી શકે છે. ICCએ બાંગ્લાદેશ અને ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપની મેજબનીના તેના અધિકાર પર પ્રતિક્રિયા આપી છે. ICC પ્રવક્તાએ કહ્યું કે, ICC બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) તેની સુરક્ષા એજન્સીઓ અને અમારા પોતાના સ્વતંત્ર સુરક્ષા સલાહકારો સાથે સમન્વયમાં ઘટનાક્રમો પર સૂક્ષ્મતાથી નજર રાખી રહી છે. અમારી પ્રાથમિકતા બધા પ્રતિભાગીઓની સુરક્ષા અને ભલાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp