બાંગ્લાદેશી સુપર ફેનની વાસ્તવિકતા આવી સામે, નિયમ તોડીને જોઇ રહ્યો હતો મેચ

PC: freepressjournal.in

કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા બે દિવસ વરસાદના કારણે પ્રભાવિત રહી છે. મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવરની રમત થઇ શકી હતી, જ્યારે બીજા દિવસે વરસાદના કારણે ખેલાડી એક પણ વખત મેદાન પર ન ઉતર્યા. જો કે, પહેલા દિવસે ક્રિકેટ સિવાય બાંગ્લાદેશી ટીમનો સુપર ફેન ચર્ચામાં આવી ગયો, જેને માર મારવાના સમાચાર સામે આવ્યા હતા અને પછી તેને હૉસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો હતો. હવે આ સુપર ફેનને ભારતથી બાંગ્લાદેશ પાછો ડિપોર્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે અને તેનું કારણ મેડિકલ વિઝાના નિયમોનું ઉલ્લંઘન છે.

ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શુક્રવાર 27 ડિસેમ્બરે મેચના પહેલા દિવસની રમત દરમિયાન બાંગ્લાદેશી ટીમના સુપર ફેન રોબી ટાઇગરને સ્થાનિક દર્શકો દ્વારા માર મારવાના સમાચાર આવવા લાગ્યા હતા. તેની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવ્યા હતા, જેમાં બાંગ્લાદેશી ફેન દર્શકોથી ઘેરાયેલો હતો અને પછી પોલીસકર્મી તેને પોતાની સાથે લઇ ગયા હતા. આ દરમિયાન એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ ફેને ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ગાળો આપી હતી, ત્યારબાદ તેની સાથે મારામારી થઇ.

જો કે ત્યારબાદ પોલીસે જણાવ્યું હતું કે, આ ફેનની તબિયત બગડી ગઇ હતી, જેના કારણે ફેન્સે તેને ઘરી રાખ્યો હતો અને પછી તેને હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો. હવે આ આખા મામલે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. એક અખબારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોબી ટાઇગરને બાંગ્લાદેશથી મેડિકલ વિઝા પર ભારત આવવાની મંજૂરી મળી હતી. તેણે પોતાના મેડિકલ વિઝમાં TBની સારવારની વાત કહી હતી, જેના કારણે તેને ભારત આવવા દેવામાં આવ્યો હતો, પરંતુ એ ફેન ચેન્નાઇમાં પોતાની ટીમને સપોર્ટ કરતો જોવા મળ્યો અને પછી કાનપુર ટેસ્ટના પહેલા દિવસે પણ નજરે પડ્યો.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સુપર ફેને મેડિકલ વિઝાઓની શરતોનું પાલન કર્યું નથી અને પોતાની મેડિકલ તપાસ કરાવી નથી. એટલે કે આ ફેન મેડિકલ વિઝા લઇને ભારત આવ્યો હતો અને સારવાર કરાવવાના બદલે માત્ર મેચ જોઇ રહ્યો હતો. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવાના કારણે હવે તેને પાછો બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યો છે. કાનપુર પોલીસે આ ફેનને શહેરમાંથી દિલ્હી મોકલી દીધો છે, જ્યાંથી તેને બાંગ્લાદેશની રાજધાની ઢાકા પરત મોકલી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેના પર આગામી 5 વર્ષ સુધી ભારત આવવા પર પ્રતિબંધ પણ લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp