ફાઈનલી રોહિતનું બેટ ચાલ્યું, જાણો ભારતે બાંગ્લાદેશને કેટલો ટાર્ગેટ આપ્યો

PC: twitter.com/icc

શ્રીલંકાના કોલંબોમાં ચાલી રહેલી નિદાહાસ ટ્રાઇ સીરિઝમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. ટોસ જીતીને બાંગ્લાદેશે ભારતીય ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવર્સના અંતે 3 વિકેટ ગુમાવીને 176 રન બનાવી લીધા હતા અને બાંગ્લાદેશને મેચ જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ઘણાં દિવસથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા કેપ્ટન રોહિત શર્માએ આજે ફાઈનલી સારી ઈનિંગ રમી હતી. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને શિખર ધવન બેટિંગ કરવા ઉતર્યા હતા. બંનેએ 70 રનની પાર્ટનરશિપ પણ કરી હતી, પરંતુ શિખર ધવન 35 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ ત્યાર બાદ સુરેશ રૈના અને રોહિતે બાજી સંભાળી લીધી હતી. સુરેશ રૈનાએ 5 ફોર અને 2 સિક્સની મદદથી 30 બોલમાં 47 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 61 બોલમાં 89 રન ફટકાર્યા હતા.

ભારતીય ટીમ...

Rohit Sharma (c), Shikhar Dhawan, Lokesh Rahul, Suresh Raina, Manish Pandey, Dinesh Karthik (wk), Vijay Shankar, Washington Sundar, Shardul Thakur, Mohammed Siraj, Yuzvendra Chahal

ટ્રાઇ સીરિઝનું શિડ્યૂલ:

તારીખ મેચ
March 6, 2018 શ્રીલંકા vs ઈન્ડિયા
March 8, 2018 બાંગ્લાદેશ vs ઈન્ડિયા
March 10, 2018 શ્રીલંકા vs બાંગ્લાદેશ
March 12, 2018 શ્રીલંકા vs ઈન્ડિયા
March 14, 2018 બાંગ્લાદેશ vs ઈન્ડિયા
March 16, 2018 શ્રીલંકા vs બાંગ્લાદેશ
March 18, 2018 ફાઈનલ મેચ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp