મિડલ સ્ટમ્પ ઊડી ગયું છતા ગિલ્લી ન પડી, શું માનવું આઉટ કે નોટઆઉટ?

PC: cricket.one

ICC ક્રિકેટ નિયમો મુજબ, જો બોલર કોઈ બેટ્સમેનને બોલ્ડ કરે છે તો તેમાં ગિલ્લી પડવી જરૂરી હોય છે. ક્રિકેટમાં ઘણી વખત એવું થયું છે કે બોલર સ્ટમ્પને હિટ કરી લે છે, પરંતુ ગિલ્લી પોતાની જગ્યાએથી હાલતી નથી અને એવામાં બેટ્સમેનને આઉટ આપવામાં આવતો નથી, પરંતુ વિચારો કે જો એમ થાય કે મિડલ સ્ટેમ્પ ઊખડી જાય અને એ છતા ગિલ્લી પોતાની જગ્યાએથી ન હાલે તો તમે તેને શું કહેશો આઉટ કે નોટઆઉટ? ઓસ્ટ્રેલિયામાં થર્ડ ગ્રેડ ક્રિકેટ ટૂર્નામેન્ટ ATC પ્રીમિયરમાં એવું જ કંઈક જોવા મળ્યું.

આ ફોટો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થવાનો શરૂ થયો તો તેને જોઈને દરેક દંગ રહી ગયું. આ ICC નિયમ માટે ખૂબ મોટો પડકાર છે કેમ કે જો એવામાં બેટ્સમેનને આઉટ આપવામાં આવતો નથી તો એ બોલર સાથે ખૂબ જ મોટો અન્યાય હશે. ગિનિંડેરા ક્રિકેટ ક્લબ અને વેસ્ટ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ક્લબ વચ્ચે મેચ રમાઈ રહી હતી. ત્યારે  એ મેચમાં આ ઘટના થઈ. ક્રિકેટ ATCએ પોતાના સોશિયલ મીડિયા પેજ પરથી તેનો ફોટો શેર કરતા લખ્યું કે, 'એવી વસ્તુ જે તમે રોજ જોતા નથી.. ગિનિંડેરા વર્સિસ વેસ્ટ ગેમમાં થયેલી આ ઘટનાને અમારા માટે એકસપ્લેન કરો. ક્રિકેટ ફેન્સ આ કેવી રીતે સંભવ છે? ફિઝિક્સ. ચ્યૂઇંગમ? કે વરસાદમાં ગિલ્લી ફૂલી ગઈ?'

એક મીડિયા રિપોર્ટ મુજબ ગિનિંડેરાના બોલર એન્ડી રેનૉલ્ડ્સે આ પ્રકારે ઓપનર બેટ્સમેન મેથ્યૂ બોસુસ્ટોને આઉટ કર્યો, બૉલે મિડલ સ્ટેમ્પ ઉડાવી દીધું હતું, એવામાં બોલરે વિકેટનું સેલિબ્રેશન મનાવવાનું ચાલુ કરી દીધું હતું. મેથ્યૂ પણ પોવેલિયન તરફ જવા લાગ્યો હતો, ત્યારબાદ મેદાન પર થોડા સમય માટે અલગ માહોલ થઈ ગયો. બંને ફિલ્ડ અમ્પાયરોએ ખૂબ મોડે સુધી તેના પર ચર્ચા કરી અને પછી મેથ્યૂને નોટઆઉટ કરાર આપ્યો. મેરિલબોન ક્રિકેટ કલબના લૉ 29 મુજબ, ક્રિકેટમાં કોઈ બેટ્સમેનને ત્યારે બોલ્ડ માનવામાં આવે છે, જ્યારે ગિલ્લી પૂરી રીતે પોતાની જગ્યાએથી હટી ગઈ હોય કે પછી એક કે બે સ્ટેમ્પ જમીનથી પૂરી રીતે ઉખડી ગયા હોય. આ ઘટનામાં આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ થઈ નહોતી.

અગાઉં પણ થઈ ચૂકી છે આવી ઘટના:

વર્ષ 2017માં પણ કંઈક એવી જ ઘટના સામે આવી હતી, જ્યાં સ્ટ્રેથમોર હાઇટ્સ વિરુદ્ધ મિડ યર ક્રિકેટ એસોસિએશન મેચમાં મુની વેલી માટે રમી રહેલા બેટ્સમેન જતિન્દર સિંહને બેલ્સ ન ઊડ્યા છતા બોલ્ડ કરાર આપી દેવામાં આવ્યો હતો. જો કે, એ મેચમાં બેલ્સ ન પડવા છતા મિડલ સ્ટેમ્પ પૂરી રીતે ઉખડી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp