1,2 નહીં 7 ખેલાડીઓ પાસે BCCIએ છીનવ્યો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ, દાવ પર કરિયર

PC: crictracker.com

યુવા વિકેટકીપર ઇશાન કિશન સહિત 7 ખેલાડીઓને BCCIએ પોતાના એન્યૂઅલ કોન્ટ્રાક્ટથી બહાર કરી દીધા છે. BCCIનો આ કોન્ટ્રાક્ટ 1 ઑક્ટોબર 2023 થી 30 સપ્ટેમ્બર 2024 સુધીનો છે. બોર્ડે જે ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી દૂર રાખ્યા છે તેમાં ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યર સિવાય અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, યુઝવેન્દ્ર ચહલ, શિખર ધવન, દીપક હુડ્ડા અને ઉમેશ યાદવ સામેલ છે. તેમાંથી શિખર ધવનને છોડીને બાકીના 6 ખેલાડીઓએ પોતાની ઇન્ટરનેશનલ મેચ ગયા વર્ષે એટલે કે 2023માં રમી હતી.

આ ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર થવાથી તેમના કરિયર પર અટકળોનો બજાર ગરમ છે. લોકોનું કહેવું છે કે, હવે આ ખેલાડીઓનું કરિયર પૂરું થઈ ગયું છે. શ્રેયસ ઐય્યર ગ્રેડ-Bમાં સામેલ હતો, જ્યારે ઇશાન કિશન પાસે ગ્રેડ-Cનો કોન્ટ્રાક્ટ હતો. એટલે કે શ્રેયસને વર્ષ 3 કરોડ અને ઇશાનને 1 કરોડનું નુકસાન થયું છે. ઇશાને પોતાની ગત ઇન્ટરનેશનલ મેચ 28 નવેમ્બર 2023ના રોજ T20 તરીકે રમી હતી, જ્યારે શ્રેયસ ઐય્યરે અંતિમ ટેસ્ટ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં રમી હતી.

શ્રેયસે વન-ડે વર્લ્ડ કપની સેમીફાઇનલમાં સદી ફટકારી હતી, જ્યારે એક વર્લ્ડ કપ એડિશનમાં તે મિડલ ઓર્ડરમાં 500 પ્લસ રન બનવાનારો પહેલો ભારતીય બન્યો હતો. ઘણી સીરિઝમાં તે ભારતીય ટીમનો ઉપકેપ્ટન રહી ચૂક્યો છે. સોશિયલ મીડિયા પર લોકો જાત જાતની વાતો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, હવે આ ખેલાડીઓને કદાચ જ કોઈ મેચ રમવાનો ચાંસ મળે. જો કે, કેટલાકને આશા છે કે ખેલાડી અત્યારે પણ વાપસી કરી શકે છે. એક સમયે ભારતીય ટીમની દીવાલ કહેવાતા પૂજારએ પણ પોતાનો ગ્રેડ-B કોન્ટ્રાક્ટ ગુમાવી દીધો છે.

પૂજારા આ સમયે રણજી ટ્રોફીમાં રમી રહ્યો છે. તે રણજીમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, છતા તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી બહાર કરી દીધો છે. પૂજારાએ 103 ટેસ્ટ અને 5 વન-ડે રમી ચૂક્યો છે. સૌરાષ્ટ્રનો આ ખેલાડી એક સમયે ભારતીય ટીમની દીવાલ કહેવાતો હતો. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પણ ગ્રેડ-C કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો છે. ચહલ લાંબા સમયથી ટીમથી બહાર ચાલી રહ્યો છે. ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પાસેથી પણ ગ્રેડ-C કોન્ટ્રાક્ટ છીનવી લેવામાં આવ્યો છે.

ધવન લાંબા સમયથી ભારતીય ટીમથી દૂર ચાલી રહ્યો છે. તેણે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ વર્ષ 2022માં રમી હતી. દીપક હુડ્ડાએ પણ 2021-22માં ખૂબ નામ કમાયું હતું. T20માં સદી ઠોકનાર આ ખેલાડીને T20 ટીમમાં સતત રાખવામાં આવી રહ્યો હતો, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો અને હવે તેણે પોતાનો કોન્ટ્રાક્ટ પણ ગુમાવી દીધો છે. અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ છેલ્લા કેટલાક વર્ષથી માત્ર ટેસ્ટ ટીમનો હિસ્સો કહેવાતો હતો, પરંતુ હવે તેને કોન્ટ્રાક્ટથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેની પાસે ગ્રેડ-Bનો કોન્ટ્રાક્ટ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp