આ 3 ખેલાડીને છોડીને બધા ખેલાડીઓએ રમવી પડશે સ્થાનિક ક્રિકેટ તો જ ટેસ્ટ ટીમમાં...
BCCIના નવા નિયમ અનુસાર, ભારત માટે નહીં રમનારા દરેક ખેલાડીએ ફ્રી ટાઈમમાં ડોમેસ્ટિક મેચોમાં ભાગ લેવો પડશે. ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે દરેક ખેલાડીને ઓછામાં ઓછી 1 ડોમેસ્ટિક મેચ રમવી ફરજિયાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે ડોમેસ્ટિક મેચ રમવાની જરૂર નહીં પડે.
BCCI સેક્રેટરી જય શાહે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે દરેક ભારતીય ખેલાડી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવું જરૂરી છે. જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોઈપણ શ્રેણીમાં રમી રહ્યા નથી, ત્યારે તેઓએ તેમની ઘરની ટીમ માટે મેચ રમવા માટે ઉપલબ્ધ રહેવું પડશે. ગયા વર્ષે શ્રેયસ અય્યર અને ઈશાન કિશન ઓર્ડર પછી પણ ડોમેસ્ટિક મેચ રમ્યા ન હતા, જેના કારણે બંનેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા અને ટીમમાં તેમનું સ્થાન પણ ગુમાવ્યું હતું.
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાંથી અલગ રાખવામાં આવ્યા છે. આ સિવાય જે ખેલાડીઓએ ટીમમાં જગ્યા બનાવી છે અથવા બહાર બેઠા છે, તેમના માટે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે ઓછામાં ઓછી 1 ડોમેસ્ટિક મેચ રમવી પડશે.
ભારતીય ટીમને ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ શ્રેણી રમવાની છે. ઓગસ્ટમાં દુલીપ ટ્રોફીની મેચો રમાશે. સિરીઝ પહેલા તમામ ખેલાડીઓ પોતાની તૈયારીને મજબૂત કરે તે મહત્વનું માનવામાં આવી રહ્યું છે. દુલીપ ટ્રોફી માટેની ટીમની પસંદગી રાષ્ટ્રીય પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે.
BCCIના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક T-20 વર્લ્ડ કપમાં ટીમનો વાઇસ કેપ્ટન હતો. તે સંપૂર્ણ રીતે ફિટ છે અને શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં તે ભારતીય ટીમનું સુકાન સંભાળશે. શ્રીલંકા સામેની T-20 શ્રેણી 27 થી 30 જુલાઈ સુધી પલ્લેકેલેમાં રમાશે, જ્યારે કોલંબોમાં 2 થી 7 ઓગસ્ટ દરમિયાન ત્રણ વનડે મેચ રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp