કોહલીને T20 વર્લ્ડ કપ ટીમમાં નહીં મળે જગ્યા! સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

PC: BCCI

વિરાટ કોહલીને લઈને ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જૂનમાં રમાનારા T20 વર્લ્ડ કપથી તેનું પત્તું કપાઈ શકે છે. વિરાટ કોહલી વર્ષ 2022માં રમાયેલા T20 વર્લ્ડ કપમાં મહત્ત્વનો ખેલાડી રહ્યો હતો. આ વખત T20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની સંયુક્ત મેજબાનીમાં રમાવાનો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નું માનવું છે કે વેસ્ટ ઇન્ડીઝની સ્લો પીચ વિરાટ કોહલીને સૂટ નહીં કરે.

એ સિવાય મીડિયા રિપોર્ટ્સમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે ભારતીય ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરને એ વાતની જવાબદારી સોંપવામાં આવી છે કે તેઓ વિરાટ કોહલીને એ સમજાવવાનો પ્રયાસ કરે કે, યુવાઓ માટે રસ્તો બનાવે. એ સિવાય એ પણ બતાવવામાં આવ્યું કે, ચીફ સિલેક્ટરે વિરાટ કોહલી સાથે T20ની જરૂરિયાતો પૂરી કરવા માટે પોતાના વલણમાં બદલાવને લઈને વાત કરી હતી, ત્યારબાદ અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝમાં તેણે અંગ્રેસીવ ક્રિકેટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.

તો ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સીરિઝમાં રાજકોટ ટેસ્ટ દરમિયાન BCCI સચિવ જય શાહે પણ વિરાટ કોહલીને લઈને કંઇ ન કહ્યું. જય શાહે એ વાતને કન્ફર્મ કરી હતી કે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2024નો T20 વર્લ્ડ કપ રમશે, પરંતુ વિરાટ કોહલીને લઈને કહ્યું હતું કે, તેની ભૂમિકા પર ઉચિત સમય પર વાત કરીશું. હવે વિરાટ કોહલી પાસે T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એકમાત્ર માધ્યમ છે.

IPLમાં વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમે છે, પરંતુ તે તેની પણ કેપ્ટન્સી છોડી ચૂક્યો છે અને માત્ર બેટ્સમેન તરીકે જ રમે છે. જો વિરાટ કોહલી IPL 2024માં સારું પરફોર્મ કરે છે તો તેને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરી શકાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,T20માં સૂર્યકુમાર યાદવ, રિન્કુ સિંહ, તિલક વર્મા અને શિવમ દુબે જેવા ખેલાડીઓને આગળ લઈ જવા માટે વધુ સૂટ કરે છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે શું વિરાટ કોહલીને T20 વર્લ્ડ કપમાં જગ્યા મળે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp