ઇશાન, કૃણાલ, દીપક ચાહરને BCCIનો મોટો સંદેશ, ખેલાડીઓ માટે બનાવ્યો આ નિયમ

PC: espncricinfo.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ટીમના ઘણા ખેલાડીઓને ઇશારાઓ ઇશારામાં સખત સંદેશ આપ્યો છે. IPL શરૂ થવા અગાઉ પોતાનો સમય બર્બાદ કરી રહેલા ઘણા સ્ટાર ખેલાડીઓને અનુશાસનના હિસાબે રાજ્ય ટીમોમાં ભાગીદારી અનિવાર્ય કરી દીધી છે. એવામાં આ ખેલાડી રણજી ટ્રોફીના આગામી રાઉન્ડમાં રમતા નજરે પડશે. ઘણા ખેલાડીઓએ હાલમાં કહેવા છતા રણજી ક્રિકેટનો એક પ્રકારે બૉયકોટ કરી દીધો હતો. BCCI અને નેશનલ સિલેક્ટર્સે આ બાબતે કડકાઇ દેખાડી છે.

ઘણા ખેલાડીઓને સોમવારે E-mailના માધ્યમથી જણાવ્યું કે નિર્દેશ એ લોકો પર લાગૂ થાય છે, જે વર્તમાનમાં રાષ્ટ્રીય ટીમનો હિસ્સો નથી કે બેંગ્લોર નેશનલ ક્રિકેટ અકાદમી (NCA)માં રિહેબમાંથી પસાર થઈ રહ્યા નથી. આ ખેલાડીઓને તાત્કાલિક પ્રભાવથી 16 ફેબ્રુઆરીથી શરૂ થતી રણજી ટ્રોફી મેચોના આગામી સમય માટે પોતાના સંબંધિત રાજ્ય ટીમોમાં સામેલ થવું આવશ્યક કરી દીધું છે.

આ બાબતે BCCIના અધિકારીએ કહ્યું કે, ખેલાડી માત્ર ઇન્ટરનેશનલ ક્રિકેટ કે IPLને પ્રાથમિકતા નહીં આપી શકો. તેમણે પોતાને ઘરેલુ ક્રિકેટ માટે ઉપલબ્ધ રાખવા પડશે અને પોતાની સંબંધિત રાજ્ય ટીમો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાઓનું સન્માન કરવું પડશે. આ નિયમ લાગૂ થવાથી ઇશાન કિશન જેવા ખેલાડી પ્રભાવિત થશે, જેમણે IPLની તૈયારીઓ માટે કંપેટિટિવ ક્રિકેટ છોડી દીધી છે. આ વાતનો દાવો હાલમાં જ એક સ્પોર્ટ્સ વેબસાઇટના રિપોર્ટમાં કહેવામાં આવ્યો હતો.

તે હાલમાં IPLના હિસાબે બરોડામાં ટ્રેનિંગ લઈ રહ્યો છે, જ્યારે તેની હોમ ટીમ ઝારખંડે રાજસ્થાન વિરુદ્ધ જમશેદપુરમાં રમવાનું છે. જો કે, આ નિર્ણય પૂરી રીતે ઇશાન કિશનને લઈને નથી. તેનો દાયરો કૃણાલ પંડ્યા અને દીપક ચાહર જેવા અન્ય ખેલાડીઓ સુધી પણ છે જે રણજી ટ્રોફી મેચોમાં ઇનએક્ટિવ રહ્યા છે. તો આ સખ્તાઈના દાયરામાં શ્રેયસ ઐય્યર પણ છે, જેણે ખરાબ ફોર્મના કારણે નેશનલ ટીમથી બહાર કરવામાં આવ્યો છે.

ઇશાન કિશન કંપિટિટિવ ક્રિકેટથી લાંબા સમયથી ગાયબ છે, તેનાથી ભારતીય ક્રિકેટની ટેન્શન વધી ગઈ છે. દક્ષિણ આફ્રિકા સીરિઝ દરમિયાન ભારતીય ટીમથી બહાર થયા બાદ રણજી ટ્રોફીમાં ઝારખંડ માટે રમવાનો ઇનકાર કરવાના તેના નિર્ણયની નિંદા થઈ છે. આ નિંદા છતા ઇશાન કિશન IPLની તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પોતાના નિર્ણય પર કાયમ છે. ઇશાન કિશન થોડા સમય અગાઉ ભારતીય ટીમનો ઓલ ફોર્મેટ ખેલાડી હતો.

તેણે બધા ફોર્મેટ (2 ટેસ્ટ, 27 વન-ડે અને 32 T20)માં એટલી મેચ રમી ચૂક્યો છે તેમ તેના નામે ક્રમશઃ 78, 933 અને 796 રન છે. તો ટેસ્ટમાં 5 કેચ, વન-ડેમાં 15 શિકાર અને T20માં 16 શિકાર છે. તે છેલ્લી વખત વન-ડે વર્લ્ડ કપ દરમિયાન દિલ્હીમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ નજરે પડ્યો. તો અંતિમ T20 મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગુવાહાટીમાં રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp