પાક.ની હારનું ઈન્ડિયા કનેક્શન, રમીઝ રાજાના નિવેદને વિશ્વ ક્રિકેટમાં મચાવી ખલબલી
રવિવારે સ્પિનર શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજના શાનદાર પ્રદર્શનના દમ પર બાંગ્લાદેશી ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે ટેસ્ટ સીરિઝની મેચ જીતી લીધી. શરૂઆતી મેચમાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં 10 વિકેટથી જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો. બાંગ્લાદેશે આ જીત સાથે 2 મેચોની સીરિઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. આ મેચ અગાઉ, બાંગ્લાદેશ પુરુષ ટીમ ટેસ્ટમાં 13 વખત પાકિસ્તાન સામે મેચ રમી ચૂકી છે, પરંતુ ક્યારેય જીતી નહોતી.
એક ક્ષણે એમ લાગી રહ્યું હતું કે પહેલી ટેસ્ટમાં પણ એ જ સ્ક્રિપ્ટ સામે વશે, પરંતુ બાંગ્લાદેશના ઈરાદા આ વખત કંઈક અલગ હતા. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં પાકિસ્તાની ટીમને માત્ર 146 રન પર ઓલઆઉટ કરી દીધી હતી અને પછી સરળતાથી 30 રનનો પીછો કરતા મહેમાન ટીમના ડગઆઉટમાં ખુશીના દૃશ્ય અને સ્માઇલ વિખેરાઈ ગઈ. પાકિસ્તાનના સૌથી શાનદાર બોલરોમાંથી એક રમીઝ રાજાએ બાંગ્લાદેશ ટાઈગર્સ વિરુદ્ધ ટીમની હાર પાછળ એક અનોખુ ભારતીય એંગલ બતાવ્યું.
તેમણે કહ્યું કે, આ બધુ ત્યારે શરૂ થયું, જ્યારે ભારતીયોએ એશિયા કપમાં પાકિસ્તાની બોલરોને ધોઈ નાખ્યા હતા. સૌથી પહેલા ટીમના સિલેક્શનમાં ભૂલ થઈ. તમારી પાસે સ્પિનર નહોતો. બીજું જે આધાર પર અમે પોતાના ફાસ્ટ બોલરો પર નિર્ભર છીએ, એ નિર્ભરતા દૂર થઈ ગઇ. એ પરાજય, એક પ્રકારનું આત્મવિશ્વાસનું સંકટ, એશિયા કપ દરમિયાન શરૂ થયું, જ્યારે ભારતે સીમિંગ કન્ડિશન પર અમારા ફાસ્ટ બોલરોના ધજગરા ઉડાવ્યા અને પછી એ રહસ્ય દુનિયા સામે આવી ગયું કે આ લાઇનઅપનો મુકાબલો કરવાની એકમાત્ર રીત આક્રમણ છે. તેમની ગતિ ઓછી થઈ ગઈ છે અને એટલે તેમનો પ્રભાવ પણ ઓછો થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા પહેલી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવીને 448 રન પર દાવ ડિક્લેર કર્યો હતો. પાકિસ્તાન તરફથી સાઉદ શકીલે 141 રનની ઇનિંગ રમી, જ્યારે મોહમ્મદ રિઝવાને નોટઆઉટ 171 રનની ઇનિંગ રમી હતી. તો બાંગ્લાદેશે પહેલી ઇનિંગમાં 565 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી મુશ્તફિઝુર રહમાને 191 અને શદનમ ઇસ્લામે 93 રનની ઇનિંગ રમી હતી. આ રીતે બાંગ્લાદેશને પહેલી ઇનિંગમાં 117 રનની લીડ મેળવી હતી. તો પાકિસ્તાની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 146 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને બાંગ્લાદેશી ટીમને 30 રનનો ટારગેટ આપ્યો હતો, જેને બાંગ્લાદેશી ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp