T20 મેચમાં થર્ડ અમ્પાયરની મોટી ભૂલ, બેટ્સમેન આઉટ નહોતો; આઉટ આપી દીધો, જુઓ વીડિયો

PC: livehindustan.com

બિગ બેશ લીગની વર્તમાન સિઝનમાં મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં થર્ડ અમ્પાયર તરફથી મોટી ભૂલ થયેલી જોવા મળી હતી. જોકે ત્યાર પછી તરત જ થર્ડ અમ્પાયરે પોતાની ભૂલ સુધારી અને ખેલાડીને નોટઆઉટ જાહેર કર્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી T20 લીગ બિગ બેશમાં મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં થર્ડ અમ્પાયરની મોટી ભૂલ જોવા મળી હતી. બંને ટીમો વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમાઈ રહી હતી, જેમાં સિડની સિક્સર્સના બેટ્સમેન જોશ ફિલિપી સામે રન આઉટના નિર્ણયમાં ત્રીજા અમ્પાયરે તેને નોટઆઉટ આપવાને બદલે ભૂલથી આઉટ આપવાનું બટન દબાવી દીધું હતું. આ પછી, જાણે અમ્પાયરને તેના ખોટા નિર્ણયનો અહેસાસ થયો, તો તેણે તરત જ ભૂલ સુધારી અને નોટઆઉટનો નિર્ણય આપ્યો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મેલબોર્ન સ્ટાર્સ ટીમ તરફથી રમી રહેલા ઈમાદ વસીમની ઓવરમાં જેમ્સ વિન્સે બોલને સીધો મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઈમાદે તેને રોક્યો હતો અને બોલને નોન-સ્ટ્રાઈક એન્ડના સ્ટમ્પ પર સીધો મારી દીધો હતો, જે દરમિયાન બીજા છેડે ઉભેલા બેટ્સમેન, જોશ ફિલિપીએ તરત જ પોતાનું બેટ ક્રિઝની અંદર મૂકી દીધું હતું. ફિલ્ડ અમ્પાયર તરફથી રન આઉટની અપીલ પછી તેને થર્ડ અમ્પાયર પાસે મોકલવામાં આવી હતી, ત્યારપછી મોટી સ્ક્રીન પર રિપ્લે જોયા પછી મેદાન પર હાજર તમામ ખેલાડીઓને ખબર પડી કે, તે નોટઆઉટ છે. જો કે થર્ડ અમ્પાયરે ભૂલથી આઉટ બટન દબાવી દીધું હતું, તો ગ્લેન મેક્સવેલ સહિત તમામ ખેલાડીઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ ત્યાર પછી તરત જ થર્ડ અમ્પાયરે પોતાની ભૂલ સુધારી, તો બધા ખેલાડીઓ આ ભૂલ પર હસતા જોવા મળ્યા હતા.

આ મેચની વાત કરીએ તો, મેલબોર્ન સ્ટાર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. આ પછી, લક્ષ્યનો પીછો કરવા આવેલી સિડની સિક્સર્સની ટીમ માટે જેમ્સ વિન્સે 79 રનની ઇનિંગ રમી અને ડેનિયલ હ્યુજીસે 41 રનની ઇનિંગ રમીને માત્ર 18.1 ઓવરમાં 7 વિકેટે ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં જીત સાથે સિડની સિક્સર્સની ટીમ હવે 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સીધા બીજા સ્થાને પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp