T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, પેટ કમિન્સ નથી કેપ્ટન
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની ટીમ જાહેર કરી દીધી છે. જો કે આ વખતે પેટ કમિન્સ કેપ્ટન નથી, તેને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ T20 ફોર્મેટ માટે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન મિચેલ માર્શ છે, જે ઓસ્ટ્રેલિયાને લીડ કરશે. ટીમની વાત કરીએ તો મિચેલ માર્શ અને પેટ કમિન્સ સિવાય જો ખાસ કરીને ભારતને હેરાન કરી શકે તેવા ખેલાડીની વાત કરીએ તો ટ્રેવિસ હેડ છે, જેણે વન-ડે વર્લ્ડ કપમાં ભારત પાસેથી મેચ છીનવી લીધી હતી.
આ સિવાય ગ્લેન મેક્સવેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે સ્ટીવ સ્મિથને આ ટીમમાં સ્થા નતી મળ્યું. પણ IPLમા ધમાકેદાર પ્રદર્શન કરી રહેલા યંગસ્ટર જેક ફ્રેજર મેકગર્કને ટીમમાં સ્થાન મળી ગયું છે, જે બાકીની ટીમ માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.
T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ...
મિચેલ માર્શ
ટ્રેવિસ હેડ
ડેવિડ વોર્નર
જોશ ઈંગ્લિશ
ગ્લેન મેક્સવેલ
મિચેલ સ્ટાર્ક
માર્ક્સ સ્ટોઇનિસ
મેથ્યૂ વેડ
એડમ ઝમ્પા
પેટ કમિન્સ
એશ્ટન એગર
ટીમ ડેવિડ
નેથન એલિસ
કેમરુન ગ્રીન
જોશ હેઝલવૂડ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp