પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું, સિલેક્ટર્સે ધોનીને પૂછવુ જોઈએ કે તે ક્યાં સુધી રમશે

PC: 365dm.com

પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે, પસંદગીકારો અને મહેન્દ્ર સિંહ ધોનીની વચ્ચે સંવાદ મહત્ત્વપૂર્ણ હશે, કારણ કે આ પૂર્વ કેપ્ટન સંન્યાસની અટકળો વચ્ચે પોતાના શાનદાર કરિયરના અંતિમ ચરણ પર છે. એ પ્રકારની અટકળો હતી કે, વર્લ્ડ કપ સેમિફાયનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ હાર બાદ ભારતની બેવારની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન રહેલો ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી શકે છે.

જોકે, આવતા મહિને રમાનારી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની ટીમની પસંદગીની પૂર્વ સંધ્યાએ ધોનીએ પોતે જ પોતાને અનુપલબ્ધ રાખ્યો છે, પરંતુ તરત જ સંન્યાસ લેવાની સંભાવનાઓને રદ્દ કરી દીધી. અઝહરુદ્દીનને જ્યારે પૂછવામાં આવ્યું કે, ધોની જેવા મોટા ખેલાડીના સંન્યાસની સર્વશ્રેષ્ઠ રીત કઈ હશે, તો તેના જવાબમાં તેણે કહ્યું કે, એક ખેલાડી રમવા માગે છે, પરંતુ પસંદગીકારોએ વાત કરવી પડશે કે તે ક્યાં સુધી રમશે, તે કઈ રીતે રમશે, શું થશે.

તેણે વધુમાં કહ્યું હતું કે, મોટા ખેલાડીના મામલામાં ખેલાડીને પણ વિશ્વાસમાં લેવો જોઈએ અને તેની સાથે વાત કરવી જોઈએ. મને લાગે છે કે, કોઈ નિર્ણય આવશે. અન્યથા લોકો લખતા રહેશે કે તેણે સંન્યાસ લઈ લેવો જોએઈએ, ન લેવો જોઈએ. કારણ કે ધોનીએ કોઈ નિવેદન નથી આપ્યું.

મોટાભાગના વિશેષજ્ઞોનું માનવું છે કે, ધોની હવે એટલો સક્ષમ નથી, પરંતુ અઝહરુદ્દીનનું માનવું છે કે, જો તે સંપૂર્ણપણે ફીટ હોય અને તેની અંદર ઈચ્છાશક્તિ હોય તો તેણે હજુ પણ રમવાનું ચાલુ રાખવું જોઈએ. તેણે વધુમાં જણાવ્યું હતું કે, સમય આવ્યો ધોની યોગ્ય નિર્ણ લેશે. તેણે બે મહિનાનો આરામ લીધો છે. કદાચ ત્યારબાદ તે એ જણાવશે કે તે શું કરશે. મને લાગે છે કે, ધોની જ્યારે પણ લેશે, યોગ્ય નિર્ણય લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp