બ્રેટ લીએ જણાવ્યું કોહલીએ T20 વર્લ્ડ કપ રમવો જોઈએ કે નહીં, કારણ પણ જણાવ્યું

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પહેલી 4 મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 4 મેચોમાં 203 રન બનાવીને તે સૌથી વધુ રન બનાવવાની બાબતે પહેલા નંબર પર છે. વિરાટ કોહલીએ આ દરમિયાન 2 અડધી સદી પણ લગાવી છે, પરંતુ IPL બાદ થનારા T20 વર્લ્ડ કપમાં તેના રમવા પર સંશય છે. ટીકાકાર તેની સ્ટ્રાઈક રેટ પર સવાલ ઉઠાવે છે, તો ઘણા ક્રિકેટ જાણકાર તેમની જગ્યાએ કોઈ બીજા ખેલાડીને જોવા માગે છે. એવામાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીનું માનવું છે કે, વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં હવું જોઈએ.

T20 વર્લ્ડ કપની શરૂઆત IPLના તુરંત બાદ 1 જૂનથી થશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમશે. એવામાં વિરાટ કોહલીને આ ટૂર્નામેન્ટમાં સામેલ કરવા અને ન કરવાને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. બ્રેટ લીએ પોતાની પક્ષ રાખતા કહ્યું કે, 'હું T20 વર્લ્ડ કપમાં મોટા ખેલાડીઓને રમતા જોવાનું પસંદ કરીશ. વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીને T20 વર્લ્ડ કપમાં રમતા જોઈને મને ખુશી થશે. તો બ્રેટ લીએ IPLની 17મી સીઝનને લઈને મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. તેમણે એ 4 ટીમોના નામ બતાવ્યા છે, જે તેમના હિસાબે ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.

બ્રેટલીને પૂછવામાં આવ્યું કે, એ 4 ટીમોના નામ બતાવો, જે આ સીઝન પ્લેઓફમાં પહોંચી શકે છે. આ સવાલ પર ઑસ્ટ્રેલિયન પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ જણાવ્યું કે, તેમના હિસાબે રિષભ પંતની કેપ્ટન્સીમાં રમી રહેલી દિલ્હી કેપિટલ્સ (DC), ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB), ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)નું નામ લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ ભારત માટે ઘણા T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. ગત ટૂર્નામેન્ટમાં પણ તેણે સૌથી વધુ રન બનાવ્યા હતા. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનું સિલેક્શન એપ્રિલ મહિનાના અંતમાં થઇ શકે છે. એવામાં ઘણા યુવા બેટ્સમેનો સાથે સાથે વિરાટ કોહલીના સિલેક્શન પર પણ નજરો છે. વિરાટ કોહલીએ પણ ટૂર્નામેન્ટની શરૂઆતમાં સંકેત આપી દીધા હતા કે તેને માત્ર બ્રાન્ડ વેલ્યૂના કારણે આ ટૂર્નામેન્ટમાં સામેલ કરવામાં નહીં આવે, તે અત્યારે પણ આ ફોર્મેટમાં પ્રદર્શન કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp