રોહિત-વિરાટ નહિ,લારાના મતે આ 2 ભારતીય ખેલાડી તેમનો 400 રનોનો રેકોર્ડ તોડી શકે છે

PC: facebook.com/BrianLaraOfficial

ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાના નામે છે. ટેસ્ટ ક્રિકેટમાં બ્રાયન લારા એકમાત્ર એવા બેટ્સમેન છે, જેમણે 400 રનોનો જાદુઇ આંકડો સ્પર્શ કર્યો છે. આ દિગ્ગજ કેરેબિયન ક્રિકેટરે મોડર્ન ડેના 4 એવા ક્રિકેટરોના નામ બતાવ્યા છે, જે તેમના હિસાબે આ વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કરી શકે છે. બ્રાયન લારાએ વર્ષ 2004માં હોમ ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેંટ જોન્સ મેદાન પર આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ મેચ ડ્રો પર સમાપ્ત થઇ હતી અને બ્રાયન લારા 400 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે પહેલી ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 751 રન પર જ્યારે દાવ ડિક્લેર કર્યો તો એ સમયે બ્રાયન લારા 400 રન પર નોટ આઉટ હતા. બ્રાયન લારાએ આ રન 582 બૉલમાં 43 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેમના આ વર્લ્ડ રેકોર્ડ પાસે માત્ર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને જ પહોંચી શક્યા છે.

મહેલા જયવર્ધનેએ વર્ષ 2006માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 374 રનોની ઇનિંગ રમી હતી. એક રિપોર્ટ મુજબ, જ્યારે બ્રાયન લારાને પૂછવામાં આવ્યું કે કયા ખેલાડી એવા છે, જે તેમનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે? આ સવાલ પર તેમણે જે નામ ગણાવ્યા તેમાં 2 ભારતીય ખેલાડી પણ છે. બ્રાયન લારાએ કહ્યું કે, યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ, હેરી બ્રુક અને જેક ક્રાઉલી એવા બેટ્સમેન છે જે તેમનો રેકોર્ડ તોડી શકે છે. બ્રાયન લારાએ આ લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ બેટ્સમેનોનું નામ ન લીધું.

બ્રાયન લારાની ગણતરી દુનિયાના ઓલ ટાઇમ મહાન બેટ્સમેનોમાં થાય છે. તેમણે 131 ટેસ્ટ, 299 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાં તેમના નામે ટેસ્ટમાં 11,953 રન અને વન-ડે ઇન્ટરનેશનલમાં 10,405 રન નોંધાયેલા છે. બ્રાયન લારાએ પોતાના ક્રિકેટ કરિયરમાં ટેસ્ટ મેચોમાં 34 અને વન-ડે ઇન્ટરનેશનલ મેચોમાં 19 સદી ફટકારી છે. 55 વર્ષીય બ્રાયન લારાએ વર્ષ 2006માં અંતિમ ટેસ્ટ મેચ, જ્યારે વર્ષ 2007માં અંતિમ વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp