આ એકમાત્ર પૂર્વ દિગ્ગજ ખેલાડીને વિશ્વાસ હતો અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચશે
બાંગ્લાદેશને હરાવીને T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં એન્ટ્રી લેનારી અફઘાનિસ્તાનની ટીમના જ અત્યારે તો ચારે બાજુ વખાણ થઈ રહ્યા છે. ખાસ કરીને ટીમના કેપ્ટન રાશિદ ખાનના વખાણ વધુ થઈ રહ્યા છે, જેણે 4 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ બંનેને બહાર કરીને સેમિમાં એન્ટ્રી મેળવી હતી.
રાશિદ ખાને જીત બાદ કહ્યું હતું કે, અમારા માટે સેમિફાઈનલમાં પહોંચવું સપનું સાચું થવા બરાબર છે. અમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું ત્યારે આ વિશ્વાસ બનવા લાગ્યો હતો.
રાશિદે કહ્યું- ફક્ત એક જ વ્યક્તિ છે, જેણે કહ્યું હતું કે, અમે સેમિફાઈનલ સુધી પહોંચી શકીએ છીએ અને એ હતા બ્રાયન લારા. અમે તેમને સાચા સાબિત કરી દીધા, જ્યારે વેલકમ પાર્ટીમાં તેમને મળ્યો હતો, ત્યારે તેમને મેં કહ્યું હતું કે, તમારા વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું.
રાશિદે કહ્યું- આ અમારા માટે મોટી ઉપલબ્ધિ છે. અમે અંડર-19 સ્તર પર આ કર્યું છે, પણ આ સ્તર પર નહીં. હું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો કે દેશમાં શું માહોલ હશે. અમારે દરેક સ્થિતિમાં સેમિફાઈનલમાં પહોંચવું હતું, જેથી દેશવાસીઓને ખુશી આપી શકીએ.
બ્રાયન લારાએ કહ્યું હતું- વેસ્ટ ઈન્ડીઝ, ભારત અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી શકે છે. ચોથા સ્થાને મારો દાવ એક ડાર્ક હોર્સ અફઘાનિસ્તાન પર છે. મેં ગ્રુપિંગ નથી જોઈ, પરંતુ અફઘાનિસ્તાને જેટલા વર્લ્ડ કપ ભૂતકાળમાં રમ્યા છે, આ ટીમ પ્રગતિની રાહ પર છે અને અંતિમ ચારમાં જગ્યા બનાવી શકે છે.
રાશિદ ખાને મેચ બાદ કહ્યું હતું કે, સેમિફાઈનલમાં પહોંચવું એક ટીમ તરીકે અમારા માટે એક સપના જેવું હતું. અમે જે રીતે આ ટુર્નામેન્ટનો આગાઝ કરેલો, શરૂઆત ત્યાંથી જ થઈ. જ્યારે અમે ન્યૂઝીલેન્ડ સામે મેચ જીત્યા તો અમારો વિશ્વાસ વધી ગયો, આ અવિશ્વસનીય છે. મને આ ટીમ પર ગૌરવ છે. અમને લાગ્યું હતું કે, 130-135 રન આ વિકેટ પર પૂરતા છે, પણ અમે 15-20 રન ઓછા બનાવ્યા. આ બધુ માઇન્ડ સેટ પર આધાર રાખે છે. અમને ખબર હતી કે, તેઓ ઝડપથી રમશે અને 12 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરવાની કોશિશ કરશે. ત્યારે જ અમે ફાયદો ઉઠાવી શકતા હતા. જો અમે સ્ટમ્પ પર બોલિંગ કરત તો તેમને આઉટ કરવાનો અમારી પાસે વધુ તક હોત. અમે અમારી રણનીતિમાં એકદમ ક્લિયર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp