ત્રીજી ટેસ્ટમાં ભારતનો આ ખૂંખાર બોલર થઈ શકે છે બહાર, સિરાજની થઈ શકે છે વાપસી
ઇંગ્લિશ ટીમને ભારતીય ટીમ વિરુદ્ધ વાઇજેક (વિશાખાપટ્ટનમ)માં રમાયેલી બીજી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો. આ પ્રકારે ભારતીય ટીમ સીરિઝમાં 1-1 થી બરાબરી પર આવી ગઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ગુજરાતના સૌરાષ્ટ્ર એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ મેચની શરૂઆત 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ અગાઉ સમાચાર આવ્યા છે કે ત્રીજી ટેસ્ટથી જસપ્રીત બૂમરાહ બહાર થઈ શકે છે. એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ, જસપ્રીત બૂમરાહને ત્રીજી ટેસ્ટ માટે આરામ આપી શકાય છે.
એટલે કે જો એમ થયું તો તે ત્રીજી મેચ રમતો નજરે નહીં પડે. સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે એવો નિર્ણાય લીધો છે કે જસપ્રીત બૂમરાહને રાજકોટ ટેસ્ટ માટે આરામ આપવામાં આવે. તેની અંતિમ 2 ટેસ્ટ રમાડવા પર નજર હશે. જો એમ થયું તો મોહમ્મદ સિરાજની ટીમમાં વાપસી થઈ શકે છે. સિરાજ બીજી ટેસ્ટ રમ્યો નહોતો. બીજી ટેસ્ટ મેચમાં 9 વિકેટ લેનારા જસપ્રીત બૂમરાહને જ 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. જસપ્રીત બૂમરાહે એવા સમયે ભારત માટે વિકેટ લીધી, જ્યારે ટીમને સૌથી વધુ જરૂરિયાત હતી.
મેચને ભારતીય ટીમ તરફ વાળવા માટે તેને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે જસપ્રીત બૂમરહે બીજી મેચમાં કુલ 91 રન આપીને 9 વિકેટ પોતાના નામે કરી હતી. પહેલી મેચમાં પણ જસપ્રીત બૂમરાહે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ પોતાના નામે કરી હતી. બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 396 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી યશસ્વી જયસ્વાલે 209 રનની ઇનિંગ રમી. તો પહેલી ઇનિંગમાં ઇંગ્લિશ ટીમ 253 રન પર સમેટાઇ ગઈ.
પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે 143 રનની લીડ હાંસલ કરી, જ્યારે ભારતીય ટીમે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા જેથી ઇંગ્લિશ ટીમને 399 રનનો ટારગેટ મળ્યો હતો. જેનો પીછો કરતા ઇંગ્લિશ ટીમ 292 રન પર સમેટાઇ ગઈ. અને ભારતીય ટીમને 106 રનથી જીત મળી. આ જીત સાથે જ હવે બંને ટીમો 1-1 થી સીરિઝમાં બરાબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp