MIના આ ખેલાડી માટે હાર્દિક પંડ્યાએ કહ્યું- હું નસીબદાર છું તે મારી ટીમમાં છે

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 197 રનના લક્ષ્યને 15.3 ઓવરમાં હાંસલ કરનારી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ગઈકાલે હીરો હતો જસપ્રીત બૂમરાહ, જેણે 5 વિકેટ્સ લઈને હાહાકાર મચાવી દીધો હતો. હાર્દિક પંડ્યા પણ બૂમરાહના વખાણ કરતા પોતાને રોકી નહોતો શક્યો.  હાર્દિક પંડ્યાએ બૂમરાહના વખાણ કરતા કહ્યું હતું કે, તે નસીબદાર છે કે બૂમરાહ તેમની ટીમમાં છે.

પંડ્યાએ કહ્યું છે કે, જીતવું હંમેશાં સારું લાગે છે. અમે શાનદાર રીતે જીત્યા. ઈમ્પેક્ટ ખેલાડીના નિયમથી વધારાના બોલરનો ઉપયોગની તક મળે છે, જેમાં અમને ફાયદો થાય છે. જે રીતે રોહિત અને ઈશાન બેટિંગ કરે છે. આ મેચ જલદી ખતમ કરવું જરૂરી હતું. અમારે રનરેટ પણ સારી કરવાની છે.

IPL મેચમાં અમ્પાયરિંગ પર ઉઠ્યા પ્રશ્નો, આ 4 નિર્ણયો પર હંગામો! કોહલી પણ નાખુશ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને સાત વિકેટે હરાવ્યું. 11 એપ્રિલ (ગુરુવારે) વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 27 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. પાંચ મેચમાં મુંબઈની આ બીજી જીત હતી, જ્યારે RCBની છ મેચમાં આ પાંચમી હાર હતી. મુંબઈ ઈન્ડિયન્સની જીતનો હીરો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હતો, જેણે 21 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી.

આ મેચ દરમિયાન ખરાબ અમ્પાયરિંગ પણ જોવા મળ્યું હતું. અમ્પાયરે કેટલાક એવા નિર્ણયો આપ્યા જેના પર સવાલો ઉઠી રહ્યા છે. RCBની ઈનિંગની 17મી ઓવરમાં ભારે બબાલ થતી જોવા મળી હતી. જસપ્રિત બુમરાહની તે ઓવરમાં, એક પ્રસંગે ફાફ ડુ પ્લેસિસ સંપૂર્ણ રીતે બીટ થઇ ગયો હતો અને બોલ વિકેટકીપર ઈશાન કિશનના ગ્લોવ્સમાં ગયો હતો. ઈશાને અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો. MIના બંને રિવ્યુ બરબાદ થઈ ગયા હતા, તેથી તે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પડકારી શક્યું ન હતું.

જો કે, મેદાન પરના અમ્પાયર નીતિન મેનન ત્રીજા અમ્પાયર પાસે ગયા, કારણ કે નીતિનનું માનવું હતું કે, બોલ બેટ સાથે અથડાઈને ઈશાનના ગ્લોવમાં પ્રવેશી ગયો હતો. નીતિન એ જોવા માંગતો હતો કે, કેચ યોગ્ય રીતે લેવાયો છે કે નહીં. અમ્પાયર રિવ્યુ દરમિયાન થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ પણ અલ્ટ્રા એજ ચેક કર્યું હતું. IPLના નિયમો અનુસાર, થર્ડ અમ્પાયરને પણ યોગ્ય કેચ માટે અમ્પાયર દ્વારા સમીક્ષા દરમિયાન અલ્ટ્રા-એજ જોવાની છૂટ આપવામાં આવી છે.

IPLની રમતની સ્થિતિના પરિશિષ્ટ-Dની કલમ 2.2.3માં આનો ઉલ્લેખ છે. અલ્ટ્રા-એજમાં એવું બહાર આવ્યું હતું કે બોલ ડુ પ્લેસિસના બેટ સાથે અથડાયો ન હતો. આવી સ્થિતિમાં ડુ પ્લેસિસ આઉટ થતા બચી ગયો હતો. જો નીતિન મેનન આઉટ કર્યો હોત, તો ડુ પ્લેસિસે ચોક્કસપણે સમીક્ષા કરી હોત, કારણ કે બોલ તેના બેટને લાગ્યો ન હતો.

RCBની ઈનિંગની છેલ્લી ઓવરમાં નો-બોલ કોલને લઈને પણ વિવાદ થયો હતો. આકાશ મધવાલે તે ઓવરમાં બીજા બોલને ઉંચો ફુલ ટોસ ફેંક્યો, જેને ઓનફિલ્ડ અમ્પાયર દ્વારા કાનૂની બોલ ગણવામાં આવ્યો હતો. બેટ્સમેન દિનેશ કાર્તિકનું માનવું હતું કે તે નો-બોલ છે, તેથી તેણે રિવ્યુ લીધો. એવું લાગતું હતું કે થર્ડ અમ્પાયર બેટ્સમેનની તરફેણમાં નિર્ણય આપશે, કારણ કે બોલ કમરથી થોડો ઉપર રહેતો હતો. જોકે ત્રીજા અમ્પાયરે બોલરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. વિરાટ કોહલી પણ આ નિર્ણયથી ડગઆઉટમાં નાખુશ જોવા મળ્યો અને નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.

આ મેચ દરમિયાન એક સમયે, મેદાન પરના અમ્પાયરે RCBના ખાતામાં ચાર રન આપ્યા ન હતા. ત્યારપછી રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડર આકાશ માધવાલનો હાથ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો, તે જ સમયે બોલ પણ તેના શરીરના સંપર્કમાં આવી રહ્યો હતો. પરંતુ તેમ છતાં અમ્પાયરે ફોરનો સંકેત આપ્યો ન હતો.

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની પ્રથમ ઓવરમાં અમ્પાયરે ભૂલ કરી હતી. તે ઓવરમાં ઝડપી બોલર રીસ ટોપલીનો બીજો બોલ વાઈડ લાઈનની અંદરથી પસાર થયો હતો, પરંતુ મેદાન પરના અમ્પાયરે બોલને વાઈડ જાહેર કર્યો હતો. રિપ્લે જોયા પછી એવું લાગ્યું કે, આ બોલને વાઈડ આપવો યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp