પૂર્વ આફ્રિકન બોલરે કરી ભવિષ્યવાણી-T20 WC 2024માં આ ભારતીય બોલર મચાવશે તબાહી
બધા ફોર્મેટોમાં જસપ્રીત બૂમરાહના હાલના પ્રદર્શનથી પ્રભાવિત દક્ષિણ આફ્રિકન પૂર્વ મધ્યમ ફાસ્ટ બોલર વર્નોન ફિલેન્ડરે કહ્યું કે, તે આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપમાં ભારતની સફળતાની કુંજી રહેવા સાથે સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર સાબિત થશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટમાં 9 વિકેટ લઈને ભારતને 91 રનથી જીત અપાવીને સીરિઝમાં 1-1થી વાપસી કરાવનાર જસપ્રીત બૂમરાહ ICC ટેસ્ટ બોલરોના રેન્કિંગમાં ટોપ પર પહોંચનારો પહેલો ભારતીય ફાસ્ટ બોલર બની ગયો છે.
આ અગાઉ કપિલ દેવ ડિસેમ્બર 1979 થી ફેબ્રુઆરી 1980 વચ્ચે બીજા નંબરે પહોંચ્યા હતા. ફિલેન્ડરે ભાષાને આપેલા વિશેષ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બૂમરાહ આ સમયે કમ્પ્લીટ બોલર છે. તેની પાસે શાનદાર કૌશલ્ય છે અને તેણે ચોખ્ખી બોલિંગનું હુનર શીખી લીધું છે, જેથી ટેસ્ટ ક્રિકેટમાં સફળતા મળી રહી છે. પહેલા તે દરેક સમયે વિકેટ લેનારો બૉલ ફેકવા માગે છે, જેથી મોંઘો સાબિત થતો હતી, પરંતુ હવે તેના પ્રદર્શનમાં નિરંતરતા છે. તે એવો બોલર છે, જેને T20 ક્રિકેટમાં ક્યારેય પણ ઓછો આંકી શકાય નહીં.
તે નવા બૉલથી સ્વિંગ કરાવે છે અને બેટ્સમેનને આગળ વધીને રમવા માટે મજબૂર કરે છે. તેનો યોર્કર ખૂબ ધારદાર હોય છે અને T20 ક્રિકેટમાં એ જ તો જોઈએ. મને લાગે છે કે તે T20 વર્લ્ડ કપમાં સૌથી સફળ બોલર હશે. T20 વર્લ્ડ કપ જૂનમાં વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે. તેમણે મોહમ્મદ શમીના પણ વખાણ કરતા કહ્યું કે, તે સારું સ્વિંગ કરાવે છે. દક્ષિણ આફ્રિકા માટે 64 ટેસ્ટમાં 224 વિકેટ લેનારા આ બોલરે કહ્યું કે, ભારતના હાલના ફાસ્ટ બોલરોથી હું ખૂબ પ્રભાવિત છું. બૂમરાહ સિવાય મોહમ્મદ શમી પણ છે જે સીમનો ખૂબ ઉપયોગ કરે છે.
દક્ષિણ આફ્રિકામાં બોલિંગ કરવાનું સફળ હોતું નથી, પરંતુ ભારતની સપાટ પીચ પર બોલિંગ કરાવ્યા બાદ તેણે જે પ્રકારે અહી બોલિંગ કરી, એ પ્રશંસાપાત્ર છે. વિદેશી ધરતી પર શાનદાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલરોનું ટીમમાં હોવું ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત છે. જ્યારે પણ ભારતીય ટીમ અહી આવે છે તો ગત વખતથી સારું કરે છે. ઉપમહાદ્વીપમાં સ્પિનરોએ ભારતને મેચ જીતાડી છે, પરંતુ હવે તેમની પાસે જીતાડનારા ફાસ્ટ બોલર પણ છે. ભારતને ઓસ્ટ્રેલિયામાં જીતતી જોઈને સારું લાગ્યું, જેનો શ્રેય વિરાટ કોહલીને પણ જાય છે, જ્યારે તેમની કેપ્ટન્સીમાં બોલરોને પ્રદર્શનમાં નિખાર જોવા મળ્યો હતો.
તેઓ વર્ષ 2019માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી સીરિઝનો ઉલ્લેખ કરી રહ્યો હતા, જ્યારે વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં પહેલી વખત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને તેના ઘર આંગણે ટેસ્ટ સીરિઝ જીતી હતી. ભારત વિરુદ્ધ 5 ઘરેલુ ટેસ્ટ એમચ (2013 અને 2018)માં 25 વિકેટ લેનાર ફિલેન્ડરે કહ્યું કે, કોહલી તેમના માટે સૌથી મુશ્કેલ બેટ્સમેન સાબિત થયો છે. ભારત જેવો મજબૂત બેટિંગ ક્રમનો સામનો કરવાનું સારું લાગે છે. માનસિક મજબૂતીના પ્રમાણ પર જોવા જઈએ તો કોહલી ખૂબ ખતરનાક છે અને બોલર માટે મોટો પડકાર ઊભો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp