શ્રીસંતના મતે આ બોલર ઇંગ્લેન્ડ માટે હશે સૌથી જોખમી, સેમીમાં ભારતને મળશે ફાયદો

PC: theweek.in

ભારતના પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંતનું માનવું છે કે જસપ્રીત બૂમરાહ આજે ઇંગ્લેન્ડ વિરુદ્ધ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ મેચમાં ભારત માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. શ્રીસંતે જણાવ્યું કે, બૂમરાહની ફાસ્ટ બોલિંગ ઇંગ્લેન્ડની મજબૂત બેટિંગ વિરુદ્ધ અંતર ઉત્પન્ન કરી શકે છે. તેણે કહ્યું કે, જસપ્રીત બુમરાહના 24 બૉલ મેચનું વલણ નક્કી કરશે કેમ કે ઇંગ્લેન્ડના બેટ્સમેનો માટે બૂમારહ પડકાર રજૂ કરશે. જસપ્રીત બૂમરાહે 7 મેચોમાં 11 વિકેટ લીધી છે અને સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની લિસ્ટમાં આઠમા નંબર પર છે.

શ્રીસંતે કહ્યું કે, હું એમ કહી શકું છું કે જસપ્રીત બૂમરાહ જે પ્રકારે બોલિંગ કરે છે, જ્યારે પણ તેને બોલિંગ કરવાનો અવસર મળે છે. તેની પાસે પ્લાન છે અને તે એ પ્લાનને સારી રીતે લાગૂ કરે છે. જો તમે તેના બૉલને જોશો, તે માથા સામે બૉલ કરે છે જે અજીબ એક્શન છે. તેણે સંભાળવો મુશ્કેલ છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ તેનો સામનો કર્યો છે, પરંતુ જ્યારે વાત નાજુક પરિસ્થિતિઓની આવે છે તો જીત કે હારના મામલે બૂમરાહ મોટું અંતર ઉત્પન્ન કરનાર છે. જેમ કે શૉની શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ 4 ઓવર, તેઓ 24 બૉલ, ઇંગ્લેન્ડની ટીમ તેને કેવી રીતે નિપટે છે. એ મહત્ત્વ રાખશે.

શ્રીસંતે કહ્યું કે, સૌથી સારી વાત જસપ્રીત બૂમરહની અર્શદીપ સાથે પાર્ટનરશિપ છે. અર્શદીપ પણ વિકેટ લઈ રહ્યો છે. જ્યારે કોઈ બૂમરાહને મારવાનો પ્રયાસ રહ્યું હોય તો સંભાવના છે કે અર્શદીપ વિકેટ લઈ લેશે. માત્ર એટલું જ નહીં કે તે ઠીક ઠાક બોલિંગ કરી રહ્યો છે, પરંતુ એટલે કે તે શાનદાર બોલિંગ કરી રહ્યો છે. જે તમે અર્શદીપને મારવાનો પ્રયાસ કરો છો તો પછી હાર્દિક પંડ્યા આવી જશે. ન્યૂયોર્કની પીચ પર બૂમરાહ અને આર્શદીપની જોડીએ પ્રદર્શન કરીને દેખાડ્યું હતું.

અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની 3 સુપર 8 મેચોમાં બૂમરાહ કુલ 6 વિકેટ લેવમાં સફળ રહ્યો. ખેર આજે બે સેમફાઇનલ છે, જેમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચનું પરિણામ આવી ચૂક્યું છે. અફઘાનિસ્તાનને હરાવીને દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચી ચૂકી છે, જ્યારે આજે સાંજે બીજી સેમીફાઇનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે 29 જૂને ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp