પર્સનલ વીડિયો ચલાવવા પર રોહિત ગરમ, ચેનલને ખખડાવી

PC: twitter.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ગઈ છે. તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. હવે રોહિતે જૂનમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2024ની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ આ દરમિયાન, રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને નારાજગી વ્યક્ત કરી હતી. પોસ્ટ જોઈને લાગે છે કે રોહિતે ગુસ્સામાં આ લખ્યું છે. આ પોસ્ટ દ્વારા, રોહિતે IPL બ્રોડકાસ્ટર ચેનલને ફટકાર લગાવી છે. રોહિતની ના પાડવા છતા  તેનો વીડિયો ચેનલે પ્લે કર્યો છે. તે કહે છે કે ખેલાડીઓનું પણ અંગત જીવન હોય છે. તે મિત્રો સાથે વાત કરે છે, પ્રવાસ કરે છે, પરિવાર સાથે હોય. બધું રેકોર્ડ કરીને તેને પાછું બતાવવું યોગ્ય નથી.

રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ક્રિકેટર્સની જિંદગીમાં ખૂબ જ  દખલઅંદાજી વધી ગઈ છે. કૅમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરે છે, અમે અમારા મિત્રો, સાથી ખેલાડીઓ સાથે,પ્રેક્ટિસ દરમિયાન અને મેચના દિવસોમાં ખાનગીમાં શું કરીએ છીએ તે પણ રેકોર્ડ કરે છે. જો કે સ્ટાર સ્પોર્ટ્સને વાતચીત રેકોર્ડ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું, તેમ છતાં તેઓએ તેને પ્રસારિત પણ કર્યું, જે ગોપનીયતાનું ઉલ્લંઘન છે. એક્સક્લુઝિવ ફૂટેજ મેળવવાને બદલે વ્યૂ અને એન્ગેજમેન્ટ પર તેમને ધ્યાન આપવું જોઈએ.

રોહિતનો નવો વીડિયો વાયરલ, કહે છે- ઓડિયો બંધ કરો, એક ઓડિયોથી વાટ લાગી ગઈ હતી

થોડા દિવસ પહેલા રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાફ મેમ્બર અને પૂર્વ ખેલાડી અભિષેક નાયર સાથે વાત કરતો જોવા મળ્યો હતો, જેમાં તે કહી રહ્યો હતો કે, એક એક વસ્તુ ચેન્જ થઈ રહી છે, એ તેમના પર છે મને ફર્ક નથી પડતો, જે પણ હોય ભાઈ આ મારું ઘર છે, જે કલ્ચર છે એ મેં બનાવ્યું છે, મારું તો શું છે ભાઈ, મારું તો આ લાસ્ટ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારથી રોહિત મેદાન પર ધ્યાનથી બોલવાનું રાખે છે, જે લેટેસ્ટ વીડિયોમાં જોવા મળ્યું હતું.

હાલમાં જ રોહિત શર્મા મેદાન પર પૂર્વ ક્રિકેટર ધવલ કુલકર્ણી સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે કેમેરો તેની સામે હતો, જેને જોઈને રોહિતે હાથ જોડી લીધા હતા અને કહ્યું હતું કે, ભાઈ ઓડિયો બંધ કરી દો, એક ઓડિયોએ મારી વાટ લગાવી દીધી છે.

તે મારું મંદિર છે,મારું તો છેલ્લું છે,રોહિતનો 'વીડિયો લીક', KKRએ હટાવી દીધો

એક તરફ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાવાની છે, તો બીજી તરફ આ મેચ પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોહત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ વિશે વાત કરી રહ્યો છે. આને લઈને એક નવો હોબાળો શરૂ થયો છે.

IPL 2024ની એક મહત્વપૂર્ણ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે કોલકાતામાં રમાવાની છે. આ માટે જ્યારે બંને ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી હતી, ત્યારે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા કોલકાતાના કોચ અને તેના જૂના મિત્ર અભિષેક નાયરને મળ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે જે વાતચીત થઇ, તેની અંદર મુંબઈ ઈન્ડિયન્સના તમામ રહસ્યો ખુલી ગયા હતા. અહીં તમને જણાવી દઈએ કે, IPL 2024ની સીઝન પહેલા જ્યારે પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી હતી કે, તેઓ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરી રહ્યા છે. જોકે, ફ્રેન્ચાઇઝીનો આ દાવ સફળ રહ્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp