કેપ્ટન, ટીમ કે બોર્ડ... વર્લ્ડ કપની ટ્રોફી કોની પાસે રાખવામાં આવે છે?

PC: navbharattimes.indiatimes.com

ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા પછી ભારતીય ખેલાડીઓની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, ખેલાડીઓ ખૂબ જ ભાવુક છે અને અલગ-અલગ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન ફાઈનલ મેચ સ્ટાર સૂર્યાની તસવીર પણ ખૂબ ચર્ચામાં છે, જેમાં તે બેડ પર ટ્રોફી સાથે સૂતો જોવા મળી રહ્યો છે, જ્યારે એક તસવીરમાં ટ્રોફી કેપ્ટન રોહિત શર્માના બેડરૂમમાં જોવા મળી રહી છે. હવે લોકોના મનમાં આ સવાલ આવી રહ્યો છે કે આખરે આ ટ્રોફી કોણ રાખે છે?

શું ખેલાડીઓ આ ટ્રોફી થોડા દિવસ પોતાની પાસે રાખે છે કે કેપ્ટનને આપવામાં આવે છે? કે પછી આ ટ્રોફી કોઈ ખેલાડી પાસે જવાને બદલે BCCI પાસે રાખવામાં આવે છે? શું તમે જાણો છો કે આ ટ્રોફી કોની પાસે રહે છે?

આમ જોઈએ તો, ટીમ ઈન્ડિયાએ ફાઈનલ ટ્રોફી જીતતાની સાથે જ દરેક ખેલાડી તેની સાથે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા. આ પછી પણ ખેલાડીઓ અલગ-અલગ સમયે ટ્રોફી પોતાની સાથે રાખતા હતા અને સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરતા હતા. ઉદાહરણ તરીકે, એક ફોટોમાં, સૂર્યા બેડરૂમમાં ટ્રોફી સાથે સૂતો જોવા મળ્યો હતો અને બીજા ફોટામાં, ટ્રોફી રોહિત શર્મા સાથે બેડરૂમમાં જોવા મળી હતી, આ સિવાય ઘણા લોકોએ ટ્રોફી સાથે તેમના ફોટા પણ પોસ્ટ કર્યા છે.

હવે વાત કરીએ વર્લ્ડ કપની ટ્રોફી ક્યાં રાખવામાં આવે છે. હકીકતમાં, વર્લ્ડ કપની મુખ્ય ટ્રોફી ખેલાડીઓને આપવામાં આવતી જ નથી. મૂળ ટ્રોફી ICC દ્વારા પોતાની પાસે રાખવામાં આવે છે, જ્યારે ડુપ્લીકેટ ટ્રોફી ટીમને આપવામાં આવે છે. ICCએ દરેક ટીમ પ્રમાણે ટ્રોફી રાખી મિકી છે અને તેના શોકેસ બનાવી રાખ્યા છે. ICC સાથે ટ્રોફી કેવી રીતે રાખવામાં આવે છે તે તમે જોઈ શકો છો.

ત્યારબાદ ટીમને ડુપ્લીકેટ ટ્રોફી આપવામાં આવે છે. પરંતુ, ટીમના ખેલાડીઓ આ ટ્રોફી પોતાની પાસે રાખતા નથી અને ક્રિકેટ બોર્ડ તેને પોતાની પાસે રાખે છે. જેમ હવે BCCI ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા જીતેલી આ ટ્રોફી પોતાની પાસે રાખશે અને આ ટ્રોફી BCCI કેબિનેટમાં રાખવામાં આવશે. તેવી જ રીતે ફૂટબોલમાં પણ થાય છે અને વર્લ્ડ કપની ટ્રોફી ફીફા હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે.

T-20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી 50 ઓવરના વર્લ્ડ કપથી એકદમ અલગ છે. કારણ કે જ્યારે ODI વર્લ્ડ કપમાં ગોલ્ડ ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે T20 વર્લ્ડ કપમાં સિલ્વર ટ્રોફીનો ઉપયોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp