અક્ષરે જણાવ્યું-કેવી રીતે 16મી ઓવરમાં ફસાવી પાકિસ્તાની ટીમને, બેટિંગ ઓર્ડર પર..

PC: x.com/BCCI

ICC T20 વર્લ્ડ કપ 2024માં ભલે યુઝવેન્દ્ર ચહલને અત્યાર સુધી રમવાનો અવસર ન મળ્યો હોય, પરંતુ ન્યૂયોર્કમાં તેનું ડેબ્યૂ થઈ ગયું છે, મતલબ તેની ચહલ ટીવીનું. BCCIએ ચહલ ટી.વી.નો નવો એપિસોડ શેર કર્યો છે, જેમાં ચહલે પાકિસ્તાન વિરુદ્ધ જીતમાં ભારતીય ટીમના 3 હીરો સાથે વાત કરી. અક્ષર પટેલ, મોહમ્મદ સિરાજ અને રિષભ પંત, ચહલ ટી.વી.ના આ એપિસોડનો હિસ્સો બન્યા. યુઝવેન્દ્ર ચહલે અક્ષર પટેલને પૂછ્યું કે તેણે બેટિંગ ઓર્ડર માટે શું પ્લાનિંગ કરી હતી?

આ સવાલના જવાબમાં અક્ષર પટેલે કહ્યું કે, નહીં ત્યારે પ્લાનિંગનો ચાંસ નહોતો, મને ખબર પડી કે હું નંબર 4 પર જઇ રહ્યો છું, તો જ્યારે બેટિંગ કરવા ગયો તો મારા કેપ્ટન સાહેબ હતા, તેઓ ક્રિકેટ બાબતે કંઇ બોલી રહ્યા નહોતા, બસ મસ્તી મજાક કરી રહ્યા હતા, તો તેને ખબર હતી કે હું થોડો ઇઝી થઈ જાઉ અને દરેક બૉલ પર મને કંઈક ને કંઇન બતાવતો રહેતો હતો, તો હું થોડી વાતો કરી કરીને ઇઝી થઈ ગયો કે હા ચાલો ભાઈ કંઇ નહીં, બધુ બરાબર ચાલી રહ્યું છે. તો એ જ પ્લાનિંગ હતી બીજું કંઇ નહીં.

અહી કેપ્ટનનો અર્થ રિષભ પંત છે જે IPLમાં દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે અને અક્ષર પણ એ જ ફ્રેન્ચાઇઝી ટીમ માટે રમે છે. ત્યારબાદ ચહલે જ્યારે અક્ષરને 16મી ઓવરની પ્લાનિંગ બાબતે સવાલ કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે શું રણનીતિ સાથે તેણે એ ઓવર નાખી હતી, જે મેચની ટર્નિંગ પોઈન્ટ પણ સાબિત થઈ. અક્ષરે કહ્યું કે, એ પ્લાન નહોતો કે તેની રેન્જમાં મારે આપવાનો નથી, મિડવિકેટ અને બીજી તરફ સિક્સ ખાવાનું નથી કેમ કે થોડી હવા પણ એ તરફ ચાલી રહી હતી.

તો કેપ્ટન સાથે મેં વાત કરી, રોહિત ભાઈને બોલ્યો કે હું કટ પર બૉલ નાખીશ તો પોઈન્ટ મને આપી દે અને પાછળ સ્વીપરવાળો પણ થોડો કટની અંદર રાખજો, જો તેઓ મને કટ પર કવર પર ચોગ્ગો મારી ગયો તો બરાબર છે કેમ કે તે ખૂબ જ મુશ્કેલ શૉટ છે. એ બધો પ્લાન એક્ઝિક્યૂટ પણ શાનદાર થયો અને ઓવર પણ સારી ગઈ અને ત્યારબાદ રનનું અંતર પણ વધી ગયું તો હજુ દબાવ તેમના પર આવી ગયો. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 જૂને મેચ રમાઈ હતી.

જેમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 119 રન પર જ સમેટાઇ ગઈ હતી, ત્યારબાદ પાકિસ્તાની ટીમ સીમિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 113 રન જ બનાવી શકી. આ રીતે ભારતીય ટીમે મેચ જીતી લીધી. પાકિસ્તાની ટીમ એક સમયે ખૂબ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ બૂમારહની આગેવાનીમાં ભારતીય બોલર્સે શાનદાર વાપસી કરતા ભારતને રોમાંચક જીત આપવી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp