મુંબઈ વિરુદ્ધ રમવા ઉતરી બિહારની 2 ટીમો, હોબાળા બાદ શરૂ થઈ મેચ

PC: freepressjournal.in

રણજી ટ્રોફીની શરૂઆત શુક્રવારે થઈ અને પહેલા દિવસ જ ડ્રામા ભરેલો રહ્યો. બિહારે લાંબા સમય બાદ રણજીમાં એન્ટ્રી કરી અને તેની એન્ટ્રી જ ખૂબ વિવાદિત સાબિત થઈ. મોઈન-ઉલ-હક સ્ટેડિયમમાં મુંબઇનો સામનો કરવા માટે બિહારની એક નહીં, પરંતુ 2-2 ટીમો ઉતરી ગઈ. મેચ શરૂ થવા અગાઉ બોર્ડના અધિકારીઓ વચ્ચે ખૂબ બહેસ થઈ અને મેચ બપોરે 1:00 વાગ્યે શરૂ થઈ હતી.

બિહાર ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રાકેશ તિવારીની ટીમ સવારે પહેલા મેદાન પર પહોંચી હતી. તેની ટીમને મેચ રમવાનો અવસર પણ મળ્યો. તો સચિવ અમિત કુમાર જે ટીમનો સાથ આપી રહ્યા હતા તેને ત્યાંથી જવું પડ્યું. એવો એક પણ ખેલાડી નહોતી, જેનું નામ બંને ટીમોમાં હોય. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા અધ્યક્ષે કહ્યું કે, અમે પ્રતિભાના આધાર પર ટીમની પસંદગ કરી છે તમે બિહારની પ્રતિભાને જુઓ.

અમે એક શાકિબ હુસેનને પસંદ કર્યો છે, જેની પસંદગી IPLમાં થઈ છે. 12 વર્ષનો એક ખેલાડી ડેબ્યૂ કરવાનો છે. બીજી ટીમને સચિવે પસંદ કરી હતી, જેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તે અસલી ટીમ નહીં હોય શકે. તો સચિવે કહ્યું કે, અમિત કુમારે કહ્યું પહેલી વાત એ છે કે મેં ચૂંટણી જીતી છે. હું સત્તાવાર સચિવ છું. તમે એક સચિવને સસ્પેન્ડ નહીં કરી શકો. બીજી વાત એ છે કે અધ્યક્ષ ટીમને કેવી રીતે પસંદ કરી શકે છે. તમે ક્યારેય BCCI અધ્યક્ષ રોજર બિન્નીને ટીમની જાહેરાત કરતા જોયા છે. તમે હંમેશાં જય શાહની સહી જોશો.

દિવસના અંતમાં BCCIએ પ્રેસ રીલિઝમાં કહ્યું કે, અમિત કુમારે સ્ટેડિયમ ગેટ બહાર OSD મનોજ કુમાર પર એટેક કર્યો અને તેમની સાથે ઝઘડો કર્યો. સાથે જ મેદાન પર અને નકલી ટીમ લઈને આવ્યા. સાથે જ અધ્યક્ષે સ્ટેડિયમમાં હોબાળા માટે આદિત્ય વર્માને પણ દોષી ઠેરવ્યા, જેમણે વર્ષ 2013ના સ્પોટ ફિક્સિંગની ફરિયાદ કરી હતી. અધ્યક્ષે કહ્યું કે, તેમનું કામ બિહારની છબી ખરડવાનું છે. તેમના પુત્રને અવસર ન મળ્યો એટલે તેમણે એમ કર્યું. તેમણે અમારા પર દબાવ પણ નાખ્યો, પરંતુ અમે કહ્યું કે, મેરિટના આધાર પર જ પસંદગી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp