ઓસ્ટ્રેલિયન ખેલાડી માર્શ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, જાણો શું છે મામલો
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિશેલ માર્શના હાથોમાં બીયર અને પગ નીચે વર્લ્ડ કપ ટ્રોફી રાખવાથી દુઃખી થઈને એક RTI એક્ટિવિસ્ટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આરોપ લગાવ્યો કે મિશેલ માર્શે ટ્રોફી પર પગ રાખીને તેનું અપમાન કર્યું છે. RTI એક્ટિવિસ્ટ પંડિત કેશવે પોતાની ફરિયાદમાં લખ્યું કે ઈન્ટરનેટ પર તેણે એક તસવીર જોઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ વર્લ્ડ કપ ટ્રોફી ઉપર પગ રાખતો નજરે પડી રહ્યો છે.
તેનાથી દેશના 140 કરોડ લોકોના સન્માનને ઠેસ પહોંચી છે. ત્યારબાદ તેણે દેહલી ગેટમાં મિશેલ માર્શ વિરુદ્ધ ફરિયાદ કરીને કેસ નોંધવાની માગ કરી છે. સાથે જ ભારત સાથેની મેચમાં આજીવન પ્રતિબંધ લગાવાની માગ કરી છે. વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સને ટ્રોફી આપીને સન્માનિત કર્યો હતો. એવામાં મિશેલ માર્શ વિરુદ્વ કેસ નોંધવામાં આવે.
તેની કોપી ફરિયાદકર્તા પંડિત કેશવ દેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પોર્ટ્સ મિનિસ્ટરને આપી છે. આ અવસર પર ભાવેશ શર્મા, ઓમપ્રકાશ શર્મા, શિવ કુમાર, રામ કિશન, રવિ સક્સેના ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠ્ઠી વખત આ ટ્રોફી જીતી છે. કેશવ દેવ પંડિતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાએ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ મેચ જીતી છે. વડાપ્રધાન દ્વારા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટનને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો, પરંતુ મિશેલ માર્શે તેનું અપમાન કર્યું.
એ જોઈને મને ખૂબ પીડા થઈ. ભાવનાઓને ઠેસ પહોંચી, જેથી હું માનસિક પીડામાં આવી ગયો છું. આ એક ગુનાની શ્રેણીમાં આવે છે. કેશવે મિશેલ વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરી. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ખુશી મનાવી રહી હતી. આ દરમિયાન મિશેલ માર્શની એક તસવીર સામે આવે છે. આ તસવીરમાં મિશેલ ટ્રોફી પર પગ રાખીને ખુશી વ્યક્ત કરી રહ્યો છે.
જોકે, તેની માગ અંગે પોલીસે હજુ સુધી શું કાર્યવાહી કરી છે તેની જાણકારી બહાર આવી નથી. આવી માગ તો કોઇપણ કરી શકે પરંતુ પીલીસ ફરિયાદ નોંધે છે કે નહીં તે મહત્ત્વનું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp