ઓસ્ટ્રેલિયા જતા પહેલા ટીમ ઈન્ડિયામાં વિવાદ? રોહિત-ગંભીર અંગે ચોંકાવનારો અહેવાલ

PC: starbiopic.com

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી મળેલી હાર પછી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ઘણી ટીકા થઈ રહી છે. કિવીઓએ ટીમ ઈન્ડિયાને બેંગલુરુ, પુણે અને મુંબઈમાં ખરાબ રીતે હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. ત્યાં 5 ટેસ્ટ મેચની શ્રેણી 22 નવેમ્બરથી શરૂ થશે. આ પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગૌતમ ગંભીર અને રોહિત શર્મા વચ્ચે બધુ બરાબર નથી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે શ્રેણીની હારની સમીક્ષા કરી. કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, મુખ્ય કોચ ગંભીર, BCCI સચિવ જય શાહ અને પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંભીર અને ટીમ મેનેજમેન્ટ કેટલાક નિર્ણયો પર સમાન અભિપ્રાય ધરાવતા નથી.

મીડિયાને સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, 'ગંભીરની કોચિંગ શૈલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા કે, નહીં તેની પુષ્ટિ કરી શકાતી નથી, પરંતુ તે સમજી શકાય છે કે, ભારતીય ટીમના કેટલાક લોકો મુખ્ય કોચ સાથે સહમત નથી.' T20 નિષ્ણાત ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી અને જેણે માત્ર 10 રણજી મેચ રમી છે તે ફાસ્ટ બોલર હર્ષિત રાણાની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી નથી.'

હર્ષિત રાણા અને નીતીશ રેડ્ડી IPL 2024માં ટોચના પર્ફોર્મર હતા, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે તેમનો સમાવેશ કથિત રીતે થોડો મતભેદ થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમના અનુભવના અભાવનો અર્થ એ છે કે, બંનેને સર્વસંમતિથી સમર્થન મળ્યું નથી. ગંભીરની કોચિંગ સ્ટાઈલ વિશે પણ ચર્ચા થઈ હતી, જે તેના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડથી ઘણી અલગ છે અને ટીમ તેને કેવી રીતે અપનાવી રહી છે.

BCCIના એક સૂત્રએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, 'તે છ કલાકની મેરેથોન મીટિંગ હતી, જે દેખીતી રીતે આવી હાર પછી નક્કી કરવામાં આવી હતી. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યું છે અને BCCI ચોક્કસપણે એ સુનિશ્ચિત કરવા ઈચ્છશે કે, ટીમ પાટા પર પાછી આવે. બોર્ડ જાણવા માંગે છે કે, થિંક-ટેન્ક (ગંભીર-રોહિત-અગરકર) આ બાબતે કેવી રીતે કામ કરી રહી છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp