ક્રિકેટર દીપક ચાહરના પિતાને બ્રેન સ્ટ્રોક આવતા હૉસ્પિટલમાં કરાયા દાખલ,હાલત ગંભીર
ક્રિકેટર દીપક ચાહરના પિતા લોકેન્દ્ર ચાહરને બ્રેન સ્ટ્રોક આવવાના કારણે હાલત ગંભીર છે. અલીગઢની એક ખાનગી હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. પિતાની તબિયત ખરાબ હોવાની જાણકારી મળતા જ દીપક ચાહર પણ T20 સીરિઝ છોડીને જઈ ચૂક્યો છે. ભારતીય ક્રિકેટર દીપક ચાહરના પિતા લોકેન્દ્ર ચાહરની સારવાર રામઘાટ રોડ સ્થિત મિથરાજ હૉસ્પિટલમાં ચાલી રહી છે. તે ગત દિવસોમાં જ લગ્ન સમારોહમાં સામેલ થયો હતો.
પરિવારજન દેશરાજ ચાહરે જણાવ્યું કે, તેમના ભાઈ લોકેન્દ્રની તબિયત એક લગ્ન સમારોહમાં સામેલ થવા દરમિયાન બગડી હતી. પિતાની તબિયત ખરાબ થવા પર દીપક ચાહર મેચ છોડીને ફ્લાઇટ થકી બેંગ્લોરથી દિલ્હી આવ્યો. પછી રોડ માર્ગે અલીગઢ પહોંચ્યો. તે પિતાની સેવા કરી રહ્યો છે. હૉસ્પિટલના ચેરમેન ડૉ. રાજેન્દ્ર વાર્ષ્ણૈયએ જણાવ્યું કે, ભરતીય ક્રિકેટર્ન પિતાને યોગ્ય સમય પર સારવાર મળી ગઈ છે. તેના સ્વાસ્થ્યમાં સામાન્ય સુધાર થયો છે. તેને ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યો છે. તેઓ ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનના દર્દી છે.
તેમને બ્રેન સ્ટ્રોક આવ્યો. પેશાબમાં સંક્રમણ છે. તાત્કાલિક ICUમાં લાવીને સારવાર કરાવવામાં આવી છે. થોડો સુધાર થયો છે, પરંતુ સ્થિતિ અત્યારે ચિંતાજનક છે. તેઓ પોતે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે, જરૂરિયાત પડી તો રેફર પણ કરશે. ઉલ્લેખનીય છે કે દીપક ચાહર દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વન-ડે અને T20 ટીમનો હિસ્સો છે. સીમિત ઓવરોની સીરિઝમાં ભારત અને દક્ષિણ આફ્રિકા 10 ડિસેમ્બરથી 3-3 મેચોની T20 અને વન-ડે સીરિઝ રમશે.
હવે આ સ્થિતિમાં દીપક ચાહર ટીમ સાથે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે કે નહીં તેના પર અત્યારે કોઈ જાણકારી નથી. દીપક ચાહરના પિતા લોકેન્દ્ર સિંહ ચાહરે દીકરાના કરિયર માટે નોકરી છોડી દીધી હતી. લોકેન્દ્ર સિંહ ચાહર વાયુ સેવામાં હતા. દીપકે પોતાની પ્રતિભાના બળ પર પિતાનું માન વધારતા ભારતીય ટીમમાં જગ્યા મેળવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp