ભારતીય ક્રિકેટ ટીમના બોલર મુકેશ કુમારે કર્યા લગ્ન, જુઓ તસવીરો

PC: crickettimes.com

પોતાની મહેનત અને લગનના દમે ઓછા સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનનારા મુકેશ કુમાર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરની એક હોટલમાં તેણે લગ્ન કર્યા. છપરાની બનિયાપુર બેરુઈ ગામની રહેનારી દિવ્યા સિંહ સાથે મુકેશ કુમારે લગ્ન કર્યા છે. 4 ડિસેમ્બરના રોજ મુકેશ કુમારના ગામમાં બહુભોજનું આયોજન થશે.

જણાવીએ કે, મુકેશ કુમાર IPLમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. ઘણી મેચોમાં વિકેટ લઈને મુકેશ કુમારે ભારતને જીત અપાવી છે. લગ્નને લઈ મુકેશ કુમાપ મંગળવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટી20 મેચમાં રમ્યો નહીં. મુકેશના મિત્રો અનુસાર, તેના લગ્નમાં ભારતીય ટીમના ઘણાં ક્રિકેટર અને સેલિબ્રિટી પણ સામેલ થયા હતા. ગોપાલગંજથી મોટી સંખ્યામાં લોકો ક્રિકેટર મુકેશ કુમારના લગ્નમાં જાનૈયા બનીને મંગળવારે સાંજે ગોરખપુર પહોંચ્યા હતા. જેમાં મુકેશ કુમારના નાનપણના ક્રિકેટર મિત્રો પણ સામેલ થયા હતા.

મુકેશ કુમારના લગ્ન ધૂમ ધામથી હિંદુ રીતિ-રિવાજ અનુસાર થયા. લગ્ન પહેલા પીઠીનો વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ક્રિકેટર મુકેશ અને તેની પત્ની દિવ્યા સિંહ ડાંસ કરતા જોવા મળી રહ્યા હતા. ડાંસ કરતો આ વીડિયો પણ તેના મિત્રોએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

મુકેશ કુમાર અને તેની પત્ની દિવ્યા સિંહ જ્યારે એકસાથે સ્ટેજ શેર કર્યો તો આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો શુભેચ્છા પાઠવવા અને સાથે ફોટો પડાવવા પહોંચ્યા હતા.

ક્રિકેટર મુકેશ કુમારના મોટા ભાઈ સુભાષ સિંહે ગરેથનીની વીધિ કરી. ક્રિકેટર મુકેશ કુમાર હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી 5 મેચોની ટી20 સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. ગોપાલગંજના કાકડકુંડ ગામના રહેનારા સ્વ. કાશીનાથ સિંહ અને માલતી દેવીના પુત્ર મુકેશ કુમારના પિતા કોલકાતામાં ટેક્સી ડ્રાઈવરનું કામ કરતા હતા. ઘણી મહેનત અને લગનની સાથે મુકેશ કુમારે ક્રિકેટને અપનાવ્યું. ગામની ગલીઓમાં રમતા રમતા આજે મોટા સ્તરે તે ખેલાડી બની ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp