ફરી મુશ્કેલીમાં શ્રીસંત! આ આરોપમાં કેરળ પોલીસે નોંધી FIR

PC: cricketaddictor.com

ભારતીય ટીમનો પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંત ફરી મુશ્કેલીમાં ઘેરાઈ ગયો છે. કેરળ પોલીસે એસ. શ્રીસંત અને બે અન્ય લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કન્નૂર જિલ્લામાં એક વ્યક્તિ તરફથી નોંધાવવામાં આવેલી છેતરપિંડીની ફરિયાદના આધાર પર પોલીસે આ પગલું ઉઠાવ્યું છે. શ્રીસંત અને અન્ય બે લોકો વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 420 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં શ્રીસંતને ત્રીજો આરોપી બનાવવામાં આવ્યો છે.

કન્નૂર જિલ્લાના ચૂંડાના રહેવાસી ફરિયાદ કરતાં સરીશ ગોપાલને આરોપ લગાવ્યો કે, આરોપી રાજીવ કુમાર અને વેંકટેશ કિનીએ 25 એપ્રિલ 2019 થી લઈને અત્યાર સુધી તેની પાસેથી કુલ 18.70 હજાર રૂપિયા લીધા. રાજીવ અને વેંકટેશનો દાવો હતો કે તેઓ કર્ણાટકના કોલ્લૂરમાં એક સ્પોર્ટ્સ અકાદમી બનાવશે, જેમાં ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંત પણ પાર્ટનર છે. ગોપાલને ફરિયાદમાં જણાવ્યું કે, અકાદમીમાં પાર્ટનર બનવાનો અવસર મળ્યા બાદ તેણે પૈસાનું રોકાણ કર્યું.

એક શ્રીસંત અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. IPL 2023માં કથિત સ્પોટ ફિક્સિંગ માટે એસ. શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લાગ્યો હતો, પરંતુ વર્ષ 2020માં BCCIના લોકપાલે તેના પર પ્રતિબંધ ઘટાવીને 7 વર્ષ કરી દીધા હતા. ત્યારબાદ શ્રીસંત કેરળ માટે ઘરેલુ ક્રિકેટ વાપસી કરવામાં સફળ રહ્યો. હાલમાં શ્રીસંત લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) 2023માં ભાગ લઈ રહ્યો છે.

એસ. શ્રીસંત વર્ષ 2007ના T20 અને વર્ષ 2011ના વન-ડે વર્લ્ડ કપમાં વિજયી ભારતીય ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે. વર્ષ 2007ના T20 વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીસંતે મિસબાહ ઉલ હકનો શાનદાર કેચ પકડ્યો હતો, જેને ભારતીય ટીમ ક્યારેય નહીં ભૂલી શકે. શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 વન-ડે અને 10 T20 ઇન્ટરનેશનલમાં ભાગ લીધો. આ દરમિયાન તેણે કુલ 169 વિકેટ લીધી. એસ. શ્રીસંતે કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી ઇંડિયન પ્રીમિયર લીગ (IPL)માંઆ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ કોચ્ચી ટાસકર્સ અને રાજસ્થાન રોયલસ (RR) માટે આ લોભામણી T20 લીગમાં ભાગ લીધો. શ્રીસંતના નામ પર 44 IPL મેચોમાં 29.9ની એવરેજથી 40 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp