MS ધોનીની નિવૃત્તિ પર CSK CEOનું મોટું નિવેદન, ફેન્સને આપ્યું ટેન્શન

PC: hindi.crictracker.com

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ IPL 2024માંથી બહાર થઈ ગઈ છે. શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમાયેલી મેચમાં હૃદયદ્રાવક હાર પછી તેની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. આ મેચમાં તેને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ પછી ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી MS ધોનીના સંન્યાસને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સના CEOએ તેમની ભાવિ યોજનાઓ વિશે ખુલાસો કર્યો છે. તેમણે એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતી વખતે ઘણી મોટી વાતો કહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઈઝીના ટોચના અધિકારીઓ પણ આગામી સિઝનમાં MS ધોનીના રમવા અંગે અનિશ્ચિત છે. ફ્રેન્ચાઈઝીના CEO કાસી વિશ્વનાથને રવિવારે કહ્યું કે, તેઓએ અમને કંઈ કહ્યું નથી. તેઓ આમ પણ આવી વસ્તુઓ અમને કહેતા નથી. તેઓ ખુદ નક્કી કરે છે. આવી સ્થિતિમાં, MS ધોની આગામી સિઝનમાં રમશે કે નહીં, તે અંગેની અટકળો જ્યાં સુધી MS ધોની પોતે આ અંગે કોઈ ખુલાસો નહીં કરે ત્યાં સુધી ચાલુ રહેશે. જોકે, MS ધોની પાસે આ મુદ્દે નિર્ણય લેવા માટે આગામી સિઝન સુધી સમય નથી રહેવાનો. BCCI ટૂંક સમયમાં જ રિટેન્શન માટે એક પોલિસી બહાર પાડી શકે છે. આવી સ્થિતિમાં ધોની અને ફ્રેન્ચાઇઝીએ રિટેન્શન લિસ્ટની જાહેરાત કરતા પહેલા નિર્ણય લેવો પડશે. જોકે, આ પોલિસી બહાર આવવામાં હજુ થોડો સમય બાકી છે. માનવામાં આવે છે કે ધોની પાસે નવેમ્બર સુધીનો સમય હોઈ શકે છે.

MS ધોનીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ પછી નિવૃત્તિ અંગે કોઈ જાહેરાત કરી ન હતી. મેચના બીજા જ દિવસે, એટલે કે રવિવારે, તેણે બેંગલુરુથી રાંચીની પ્રથમ ફ્લાઈટ લીધી. સૂત્રો અને ટીમની સ્થિતિથી વાકેફ લોકોનું કહેવું છે કે, હવે મોટો પ્રશ્ન એ છે કે, તે રમશે કે નહીં, તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગ સહિત CSKના કેટલાક સભ્યોએ જણાવ્યું હતું કે, ધોની સતત અને ગંભીર પીડાની સમસ્યા સાથે સીઝન રમ્યો હતો. આ હોવા છતાં, ધોનીએ તમામ 14 મેચ રમી અને 53થી વધુની એવરેજથી અલગ-અલગ સ્થિતિમાં બેટિંગ કરીને 161 રન બનાવ્યા. જોકે, CSK અને IPL માટે ધોનીનું મહત્વ ઘણું વધારે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેટલાક આંતરિક સૂત્રોનું કહેવું છે કે, શ્રીનિવાસન પાસે ફ્રેન્ચાઈઝી માટે કેટલીક યોજનાઓ છે અને અમુક તબક્કે CSK મેનેજમેન્ટ દ્વારા ફ્રેન્ચાઈઝીને ઈન્ડિયા સિમેન્ટ્સ (જે આની માલિકી ધરાવે છે)થી અલગ કરવાનું કોઈ પગલું લેવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ધોનીની ભૂમિકા બદલાઈ શકે છે. તે શું હશે તે ધોની અને શ્રીનિવાસન પર નિર્ભર છે. જો તે ન રમવાનું નક્કી કરે તો તે સલાહકાર બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp