શું ધોનીની કેપ્ટન્સીમાં રમશે રોહિત શર્મા? IPL અગાઉ CSK તરફથી આવ્યું નિવેદન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માટે મિની ઓક્શન મંગળવાર (19 ડિસેમ્બરે) મુંબઇમાં થયું. હવે ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPLની આગામી સીઝન માર્ચ અને મે વચ્ચે રમાઈ શકે છે, પરંતુ આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવનાર પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ખૂબ ચર્ચામાં છે. મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં જ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. એવામાં હવે આ સવાલ ઉઠવા લાગ્યો છે કે શું ટ્રેડ વિન્ડો હેઠળ રોહિત શર્મા મુંબઈ ઇન્ડિન્સની ટીમને છોડી દેશે. આ દરમિયાન કેટલાક ફેન્સ અને મીડિયા રિપોર્ટ્સે એમ પણ કહ્યું કે રોહિત શર્મા ટ્રેડ વિન્ડો હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમમાં જઈ શકે છે.
ચેન્નાઈ ટીમની કેપ્ટન્સી મહેન્દ્ર સિંહ ધોની સંભાળી રહ્યો છે, પરંતુ આ બધા સમાચારો વચ્ચે ચેન્નાઈ ફ્રેન્ચાઇઝીએ આ પ્રકારના સમચારોનું ખંડન કર્યું છે. ફ્રેન્ચાઇઝીના CEO કાશી વિશ્વનાથે ઓક્શન વચ્ચે કહ્યું કે, તેની ટીમ રોહિત શર્માને લેવાના મૂડમાં નથી. આ બધા સમાચાર અફવા છે. સૈદ્ધાંતિક રૂપે અમે ખેલાડીઓને ટ્રેડ કરતા નથી અને અમારી પાસે મુંબઈ ઇન્ડિન્સ સાથે ટ્રેડ કરવા માટે ખેલાડી પણ નથી. અમે તેની સાથે સંપર્ક કર્યો નથી અને અમારો ઇરાદો પણ નથી.’ તેમણે એ મીડિયા રિપોર્ટ્સને બકવાસ બતાવ્યા જેમાં કહેવામાં આવ્યું છે કે ચેન્નાઈ ટીમ મુંબઈના ખેલાડીઓ સાથે વેપાર કરવા માગે છે.
હાલમાં જ રોહિતને લઈને Cricbuzzએ પણ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. તેણે મુંબઈ ઇન્ડિન્સ સાથે જોડાયેલા એક અધિકારીના સંદર્ભે લખ્યું કે, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બૂમરાહને લઈને ફાલતુ રિપોર્ટ મીડિયામાં ચાલી રહ્યા છે. તેઓ ક્યાંય જઇ રહ્યા નથી અને આ બધા ખેલાડીઓને મુંબઈની ટીમ પોતાની સાથે જ રાખશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કરવા અગાઉ બધા ખેલાડીઓની સહમતી લેવામાં આવી હતી, તેમાં પોતે રોહિત પણ સામેલ હતો. એટલે બાકી બધી વસ્તુ બેકાર છે. દરેક ખેલાડીએ આ નિર્ણય પર સહમતિ આપી છે.
વર્ષ 2013થી મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટન્સી કરતા રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવી હતી. રોહતની IPLની બે સીઝનનું ફોર્મ ખૂબ જ ખરાબ રહ્યું છે. રોહિતે વર્ષ 2023 IPLમાં 16 મેચોમાં 20.75ની એવરેજ અને 132.80 સ્ટ્રાઈક રેટથી 332 રન બનાવ્યા. તો વર્ષ 2022માં તેમણે 19.14ની એવરેજ અને 120.18ની સ્ટ્રાઈક રેટથી 14 મેચોમાં 268 રન બનાવ્યા. એવરેજના મામલે રોહિતના ફોર્મમાં નિશ્ચિત રૂપે ઘટાડો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp