ભારત સામે ઈંગ્લેન્ડ ટોસ જીત્યું, જુઓ રોહિત શર્માએ ટીમ બદલી કે નહીં

PC: twitter.com

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ઈંગ્લેન્ડની આ વર્લ્ડ કપની વાત કરીએ તો છેલ્લી પાંચમાંથી ફક્ત એક મેચ જીત્યું છે, જ્યારે ભારતીય ટીમ પાંચમાંથી પાંચ મેચ જીતી છે. ટોસ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, જો અમે ટોસ જીત્યા હોત તો પહેલા બેટિંગ કરવાનો જ નિર્ણય લીધો હોત. રોહિત શર્માએ ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો. બંને ટીમ સેમ પ્લેઇંગ XI સાથે રમશે.

ભારતીય ટીમ

રોહિત શર્મા

વિરાટ કોહલી

શુભમન ગીલ

કેએલ રાહુલ

રવિન્દ્ર જાડેજા

સૂર્યકુમાર યાદવ

મોહમ્મદ શમી

મોહમ્મદ સિરાજ

જસપ્રીત બૂમરાહ

શ્રેયસ ઐયર

કુલદીપ યાદવ

સુનિલ ગાવસ્કરે જણાવ્યું- વિરાટ કોહલીની 50મી સદી ક્યારે આવશે

વિરાટ કોહલી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. વર્લ્ડ કપમાં અત્યાર સુધી તે 1 સદી પણ ફટકારી ચૂક્યો છે. વિરાટ કોહલી વન-ડે ફોર્મેટમાં 50 સદી સુધી પહોંચવાને ખૂબ નજીક છે. તેના માટે માત્ર 2 સદીની જરૂરિયાત છે. આ વર્લ્ડ કપમાં જે પ્રકારે તે બેટિંગ કરી રહ્યો છે, તેની આશા ખૂબ વધારે છે કે તે એ 50નો આંકડો પાર કરી લેશે. જો કે, પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે એ અગાઉ જ ભવિષ્યવાણી કરી દીધી છે કે વિરાટ કોહલીની 50મી સદી 5 નવેમ્બરે આવી રહી છે.

સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, ‘વિરાટ કોહલી પોતાની 50મી વન-ડે સદી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં લગાવશે. તે પોતાના જન્મદિવસ પર એમ કરશે, તેનાથી સારું શું હોય શકે છે. મને એમ થતું નજરે પડી રહ્યું છે. જ્યારે તમે ત્યાં સદી લગાવશો તો તમને ત્યાં સ્ટેન્ડિંગ ઓવેશન મળશે. ફેન્સ ચીયર કરશે. એ દરેક ખેલાડી માટે પોતાને સાબિત કરવાનો સોનેરી અવસર હોય છે.’  ઉલ્લેખનીય છે વિરાટ કોહલીએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5 મેચોમાં કુલ 354 રન બનાવ્યા છે. તેની એવરેજ 118ની રહી છે.

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ વિરુદ્ધ શાનદાર સદી ફટકારી, તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચમાં પાસે જઈને સદી ચૂકી ગયો હતો. જો અત્યાર સુધી આ ટૂર્નામેન્ટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરતા 85, અફઘાનિસ્તાન વિરુદ્ધ 55, પાકિસ્તાન વિરુદ્ધ 16, બાંગ્લાદેશ વિરુદ્ધ 103 અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 95 રન બનાવ્યા છે. ભારતીય ટીમની આગામી મેચ 29 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ વિરુદ્ધ છે. હવે જોવાનું રસપ્રદ રહેશે કે વિરાટ કોહલી આ મેચમાં કેવી પ્રદર્શન કરે છે.

વિરાટ કોહલી વન-ડેમાં અત્યારે સચિન તેંદુલકરથી એક સદી દૂર છે. સચિને પોતાના વન-ડે કરિયરમાં 49 સદી ફટકારી છે. જો કે, વધુ એક સદી લગતા જ આ ફોર્મેટમાં વિરાટ કોહલી ક્રિકેટના ભગવાનની બરાબરી કરી લેશે. તો 50મી સદી ફટકારતા જ સચિનનો રેકોર્ડ તૂટી જશે. વિરાટ કોહલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓવરઓલ સદીના મામલે સચિનથી ખૂબ પાછળ છે. જો વિરાટ કોહલીના વન-ડે કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 286 વન-ડે રમી છે. આ મેચોની 274 ઇનિંગમાં તેણે 58.16ની એવરેજથી 13,437 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 48 સદી સિવાય 69 અડધી સદી પણ ફટકારી છે. તો આ ફોર્મેટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 183 રનોનો રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp