પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ PM મોદીને કરી આ અપીલ, નમાજ, ધર્મ...

PC: crictoday.com

પાકિસ્તાની ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર દાનિશ કનેરિયાને હિન્દુ હોવાના કારણે પોતાના જ દેશમાં સ્ટ્રગલ કરવું પડ્યું છે. આ વાત તેણે પોતે સ્વીકારી છે. દાનિશ કનેરિયાએ જણાવ્યું કે, પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ઘણી વખત તેના પર ધર્મપરિવર્તન માટે દબાવ બનાવ્યો, પરંતુ તેણે પોતાનો ધર્મ ન બદલ્યો. તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પાકિસ્તાનમાં હિન્દુઓની હાલત, મેદાન પર નમાજ વાંચવા અને ધર્મપરિવર્તન જેવા ઘણા મુદ્દાઓ પર ખૂલીને વાત કરી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ પણ કરી કે તેના પર લાગેલા બેનને હટાવવામાં મદદ કરે.

દાનિશ કનેરિયાએ કહ્યું કે, મને પોતાની ટીમમાં કે PBC તરફથી કોઈ સપોર્ટ મળ્યો નથી કેમ કે તેમને ડર હતો કે ક્યાંક હું તેમના રેકોર્ડ ન તોડી દઉં. પાકિસ્તાનમાં કોઈ પણ હિન્દુ ક્યારેય મોટા પદ પર આવ્યો નથી, પરંતુ ભારતમાં એવું નથી. ત્યાં બધા ધર્મોના લોકો રમે છે. તેમણે મારી સ્થિતિ ખૂબ બેકાર કરી દીધી હતી, પરંતુ મને ભગવાન પર ભરોસો હતો. શર્જિલ ખાને મેચ ફિક્સ કરી. અન્ય ખેલાડીઓએ પણ એમ કર્યું. બધાને પરત લાવ્યા, પરંતુ મારી સાથે એમ ન થયું.

તેણે આગળ કહ્યું કે, અખંડ ભારતના લોકો એકબીજા સાથે રહે છે. એક ટૂર્નામેન્ટમાં શમીને ટ્રોલ કરવામાં આવ્યો તો કોહલી અને બાકી ખેલાડીઓએ આગળ આવીને સપોર્ટ કર્યો. એવામાં ભારત અને પાકિસ્તાનમાં ખૂબ અંતર છે. માત્ર શમીની વાત નથી. ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને અઝરૂદ્દીન પણ હતા. અઝરૂદ્દીન સાથે પણ ઘણું બધુ થયું, પરંતુ બધાએ સપોર્ટ કર્યો. ભારતમાં બધા ધર્મોનું સન્માન થાય છે, પરંતુ પાકિસ્તાનમાં એવું નથી. ડ્રેસિંગ રૂમમાં દાનિશ સાથે કેવું વર્તન થતું હતું?

તેના પર દાનિશે કહ્યું કે, ઇંઝમામ ઉલ હકની કેપ્ટન્સીમાં મારું લાંબુ કરિયર રહ્યું. તેઓ મને વારંવાર કહેતા હતા કે એવી વસ્તુને છોડી દે. ધ્યાન ન આપ. મને સવારની નમાજ માટે કોલ આવતો હતો, પરંતુ મેં ના પડી દીધી હતી. ઇંઝમામ બાદ સ્થિતિ બદથી બદતર થતી ગઈ. મને ખબર પડી કે મને ટીમમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેદાન પર નમાજ વાંચનારી હાલની પાકિસ્તાની ટીમ પર કહ્યું કે તેમ કોઈ શંકા નથી કે પાકિસ્તાની ટીમ એમ કરી રહી છે. સારું છે તમે નમાજ વાંચો, પરંતુ ડ્રેસિંગ રૂમ કે અલગ રૂમમાં વાંચો. પરંતુ મેદાન પર ન થવી જોઈએ. એ અલગ થવી જોઈએ.

શું અમે મેદાન પર પૂજા કરીએ છીએ કે મેદાન પર પૂજા શરૂ કરી દેવી જોઈએ? શું શમી અને પઠાણ નમાજ નથી વાંચતા. પાકિસ્તાનના લોકો જય શ્રીરામ પર આંગળી ઉઠાવે છે. હું કહી દઉં જય શ્રીરામ કહીને તેઓ તમારું સ્વાગત કરી રહ્યા છે. સીધી વાત છે કે તેમના સિવાય તેમની દુકાન ચાલતી નથી. શું દાનિશને અવસર મળે તો ભારતની નાગરિકતા લેશે? તેના પર તેણે કહ્યું કે, બિલકુલ, મોદીજીને શુભેચ્છા આપું છું. ભારતમાં વિકાસ થયો. નાગરિકતા લેવી કે નહીં વાળી વાત નથી. જ્યારે પણ અવસર મળશે, લઈ લઈશું.

જો દાનિશ ઇસ્લામ કબૂલ કરતો તો તેનું ક્રિકેટ કરિયર કેવું રહેતું? તેના પર તેણે કહ્યું કે, કદાચ હું કેપ્ટન બની ગયો હોત. ઘણા રેકોર્ડ તોડી દીધા હોત, પરંતુ મને એવું નથી જોઈતું. મારા માટે ધર્મ જ સૌથી ઉપર છે. પછી સ્થિતિ કંઇ પણ હોય. મને ધર્મપરિવર્તન માટે ઘણી વખત કહેવામાં આવ્યું, પરંતુ હું જય શ્રીરામ બોલ્યો. હાલના વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની સ્થિતિ પર દાનિશે કહ્યું કે, પાકિસ્તાન ટોપ-4માં આવી જાય એ જ મોટી વાત છે. લોકોની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેઓ વર્ષ 1992ને યાદ કરી રહ્યા છે અને ભારતની ટીમ તો અલગ જ શાનદાર થઈ ગઈ છે. તે વર્લ્ડ કપની મજબૂત દાવેદાર છે.

કોહલી અને સચિનની તુલના પર દાનિશ કનેરિયાએ કહ્યું કે, મારી નજરમાં વિરાટ કોહલી વધુ મહાન છે. સચિન પણ શાનદાર હતા, પરંતુ વિરાટે જે દબાવ અને સ્થિતિમાં રન બનાવ્યા એ અલગ જ વાત છે. તેણે પૂરી સ્થિતિ જ ચેન્જ કરી દીધી. ભારતના વખાણ કરવા પર દાનિશને પાકિસ્તાનમાં દેશદ્રોહી કહેવામાં આવે છે. એવામાં પરિવાર સહિત પાકિસ્તાન ફરવા કે ત્યાં રહેવા પર દાનિશે કહ્યું કે, હું અપીલ કરવા માગું છું કે નરેન્દ્ર મોદીજી મારા પર ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે આરોપ લગાવ્યા છે અને બેન લગાવ્યો છે. મારા પર લાગેલા બેનને હટાવવામાં મદદ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp