‘આટલી મોંઘી ટિકિટ હાસ્યાસ્પદ..’, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટની ટિકિટ પ્રાઇઝથી નારાજ થયા

PC: indiatoday.in

આગામી વર્ષે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાવાની છે. એ અગાઉ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની ટિકિટ પ્રાઇઝને લઈને હોબાળો મચી ગયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લોર્ડ્સમાં રમાશે. લોર્ડ્સ ટેસ્ટ મેચ માટે ટિકિટની કિંમત 20 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેને લઈને પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે નિંદા કરી છે. ડેવિડ લોયડે ટિકિટની કિંમત પર પોતાનું મંતવ્ય જણાવ્યું છે અને તેને સમજની બહાર બતાવ્યું.

તેમણે સીધી રીતે કહ્યું કે, ‘ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB)નો આ નિર્ણય મારી સમજથી બહાર છે. લોયડે તેને બકવાસ બતાવ્યો. ઉલ્લેખનીય છે કે લોર્ડ્સમાં થનારી સીરિઝની ત્રીજી મેચની સૌથી સસ્તી ટિકિટની કિંમત 90 પાઉન્ડ એટલે કે 10 હજારની આસપાસ છે. લોયડે ડેઇલી મેલમાં લખેલી પોતાની કલમમાં કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે આ નિર્ણય બાદ પણ લોર્ડ્સ પૂરી રીતે ભરેલું મળશે, પરંતુ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે જુલાઈમાં થનારી ત્રીજી ટેસ્ટ માટે ટિકિટની કિંમતો વધારીને 175 પાઉન્ડ (19557 ભારતીય રૂપિયા) કરી દેવી પૂરી રીતે બકવાસ છે.

લોયડ આગળ લખે છે કે, એ કોઈ વોર્નિંગના સંકેત આપી રહી છે. તેનાથી એ નિયમિત ફેન્સને બહાર કરવાનું જોખમ છે જે એટલી ઊંચી કિંમતો વહન નહીં કરી શકે, જાણીતી હસ્તીઓ સાથે મેચ જોવી મજેદાર છે, પરંતુ ક્રિકેટમાં બધાને ધ્યાન રાખવા જોઈએ, માત્ર અમીરોને નહીં.

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરિઝ આગામી વર્ષે રમવાની છે. સીરિઝની પહેલી ટેસ્ટ મેચ 20-24 જૂન વચ્ચે લીડ્સમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 2-6 જુલાઇ વચ્ચે બર્મિઘમમાં રમાશે. લોર્ડ્સ પર ત્રીજી ટેસ્ટ મેચ 10-14 જુલાઇ વચ્ચે રમાશે. તો મેનચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ 23-27 જુલાઇ વચ્ચે રમાશે. સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ ધ ઓવલ, લંડનમાં 31 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ 2025 માટેનું શેડ્યૂલ:

પહેલી ટેસ્ટ: 20-24 જૂન, (લીડ્સ)

બીજી ટેસ્ટ: 2-6 જુલાઇ (બર્મિંઘમ)

ત્રીજી ટેસ્ટ: 10-14 જુલાઇ (લોર્ડ્સ)

ચોથી ટેસ્ટ: 23-27 જુલાઇ (મેનચેસ્ટર)

પાંચમી ટેસ્ટ: 31 જુલાઇથી 4 ઑગસ્ટ (ધ ઓવલ,  લંડન).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp