ડેવિડ લોયડના મતે ધોની,રોહિત કે કપિલ દેવ નહીં આ દિગ્ગજ છે ભારતના સૌથી મહાન કેપ્ટન
શું કપિલ દેવ ભારતના સૌથી મહાન કેપ્ટન છે? શું રોહિત શર્મા ભારતના સૌથી મહાન કેપ્ટન છે? કે પછી મહેન્દ્ર સિંહ ધોની ભારતના સૌથી મહાન કેપ્ટન છે? 3 કેપ્ટનોએ ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું છે. આ જ કારણ છે કે વિશ્વ ક્રિકેટમાં ત્રણેયને લઈને હંમેશાં ચર્ચા થાય છે કે આખરે ત્રણમાંથી સૌથી મહાન કેપ્ટન કોણ છે? આ સવાલ પર ઇંગ્લેન્ડના પૂર્વ ખેલાડી ડેવિડ લોયડે પ્રતિક્રિયા આપી છે.
ડેવિડ લોયડે ભારતના સૌથી મહાન કેપ્ટનને લઈને વાત કરી છે. તેમણે TalkSport Cricketની યુટ્યુબ ચેનલ પર ઇન્ટરવ્યૂમાં પૂર્વ ઇંગ્લિશ ખેલાડી અને અમ્પાયર રહેલા ડેવિડ લોયડે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઇમ ઇન્ડિયન કેપ્ટનને લઈને પોતાની પસંદની જાહેરાત કરી છે. લોયડે કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્માને બેસ્ટ કેપ્ટન માન્યા નથી, પરંતુ તેમના મતે ભારતના સૌથી મહાન કેપ્ટન જો કોઇ હોય તો તે છે સૌરવ ગાંગુલી.
ડેવિડ લોયડે સૌરવ ગાંગુલીને ભારતના સૌથી આક્રમક કેપ્ટનનો દરજ્જો આપ્યો અને કહ્યું કે, ગાંગુલી કેપ્ટન બનવાથી ભારતીય ક્રિકેટમાં આક્રમકતા આવી. સૌરવ ગાંગુલીએ વિરોધી ટીમોને વિચારવા મજબૂર કર્યા. સૌરવ ગાંગુલીએ વિરોધી ટીમો સાથે આંખ મળાવીને રમવાની શરૂઆત કરી. તેમણે ભારતીય ક્રિકેટને બદલીને રાખી દીધી. આજે ભારતે ક્રિકેટ ટીમને જે સફળતા મળી રહી છે તેની પાછળ સૌરવ ગાંગુલીની આક્રમકતાવાળા વિચાર રહ્યા છે.
પૂર્વ ક્રિકેટર અને પૂર્વ અમ્પાયરે ગાંગુલીને લઈને કહ્યું કે, તમે જુઓ એન્ડ્ર્યુ ફલિન્ટોફે મુંબઇમાં જીત બાદ પોતાની ટી-શર્ટ ઉતારી દીધી હતી. તેનો બદલો સૌરવ ગાંગુલીએ લોર્ડ્સમાં લીધો. સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતે સ્લેજિંગનો જવાબ આપવાનો શીખ્યો, ઓસ્ટ્રેલિયામાં જઈને ભારતે ખેલાડીઓએ આક્રમકતા દેખાડી જે પહેલા ઓસ્ટ્રેલિયાએ ભારતીય ખેલાડીઓમાં જોઈ નહોતી. સૌરવ ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટમાં ખૂબ બદલાવ આવ્યો. આ જ કારણ છે કે હું સૌરવ ગાંગુલીને ભારતના સૌથી મહાન કેપ્ટન માનું છું.
ડેવિડ લોયડે એમ પણ કહ્યું કે, જ્યારે ગાંગુલીએ ભારતની કેપ્ટન્સી સંભળી હતી, તો ટીમમાં ખૂબ વિવાદ થયા હતા. ભારતીય ટીમ મુશ્કેલીમાં ચાલી રહી હતી. આ ખેલાડીએ ટીમના ખેલાડીઓને એકત્ર કર્યા અને એકતા સાથે આગળ વધ્યો. ગાંગુલીએ યુવા ખેલાડીઓની શોધ કરી, જેનાથી ટીમ આક્રમક બની શકે. ભારતીય ટીમની સફળતામાં ગાંગુલીની કેપ્ટન્સીની મહત્ત્વની ભૂમિકા રહી. ઉલ્લેખનીય છે કે ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ વર્ષ 2003ના વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. એ સિવાય ભારતે વર્ષ 2002માં ઈંગ્લેન્ડમાં જઈને નેટવેસ્ટ સીરિઝની ટ્રોફી પણ જીતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp