2 દેશ માટે વર્લ્ડ કપ રમનાર ખેલાડીને લીધો સંન્યાસ, આ વખત પણ તૂટ્યું દિલ
આ સમયે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની મેજબાનીમાં T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે. આ દરમિયાન હાર બાદ દિલ તૂટવાના કારણે એક સ્ટાર ખેલાડીએ ઇન્ટરનેશનલ ક્રિકેટને જ અલવિદા કહી દીધી. આ ખેલાડી નામિબીયાનો ખેલાડી ડેવિડ વિસે છે. 39 વર્ષીય ડેવિડે અંતિમ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ 15 જૂને રમી હતી. T20 વર્લ્ડ કપ 2024ની 34મી મેચ ઈંગ્લેન્ડ અને નામિબીયા વચ્ચે એન્ટિગુઆમાં રમાઈ હતી. ઇંગ્લેન્ડે આ મેચને ડેકવર્થ લુઈસ નિયમના આધાર પર 41 રનથી જીતી લીધી.
ઓલરાઉન્ડર ડેવિડ વિસેએ પોતાની છેલ્લી મેચમાં 2 ઓવર બોલિંગ કરી, જેમાં 6 રન આપીને 1 વિકેટ લીધી હતી. સાથે જ તેણે 12 બૉલમાં 27 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 ચોગ્ગા અને 2 સિક્સ લગાવ્યા. ડેવિડ વીસેનું નામ એ ખેલાડીઓની લિસ્ટમાં નોંધાયેલું છે, જેમણે 2 દેશો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી છે. તેણે નામિબીયા સિવાય દક્ષિણ આફ્રિકા માટે પણ ક્રિકેટ રમી છે. સાથે જ ડેવિડ વીસેને 2016 T20 વર્લ્ડ કપ વર્લ્ડ કપ માટે પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
એટલે કે ડેવિડ વિસે 2 દેશો માટે T20 વર્લ્ડ કપ રમનારો ખેલાડી પણ છે. પોતાના કરિયરની છેલ્લી મેચ રમ્યા બાદ ડેવિડ વિસે પોવેલિયન જતી વખત પોતાનું હેલમેટ અને બેટ ઉઠાવીને ફેન્સનો આભાર માન્યો હતો. દર્શકો સાથે સાથે સાથી ખેલાડીઓએ પણ ઊભા થઈને તેને વિદાઇ આપી. ડેવિડ વીસેએ વર્ષ 2021માં દક્ષિણ આફ્રિકા ટીમ માટે રમતા નામિબીયા વિરુદ્ધ પણ મેચ રમી હતી. ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચ બાદ નામિબીયાના કેપ્ટન ગેરહાર્ડ ઇરાસ્મસે પણ ડેવિડ વીસેના વખાણ કર્યા. કેપ્ટને કહ્યું કે, પ્રદર્શનના મામલે વીસે મેદાન પર એક શાનદાર ખેલાડી છે, પરંતુ મેદાન બહાર તે એક એવો વ્યક્તિ છે જેની પાસે અમે વાસ્તવમાં ઘણું શીખ્યું છે.
ડેવિડ વીસેનું ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર:
કુલ વન-ડે: 15
રન: 330
વિકેટ: 15
કુલ T20: 54
રન: 624
વિકેટ: 59
ડેવિડ વીસેએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આગામી T20 વર્લ્ડ કપ 2 વર્ષ દૂર છે. તે અત્યારે 39 વર્ષનો થઈ ગયો છે. આ કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટના મામલે તેને ખબર નથી કે તેનામાં અત્યારે કંઇ બચ્યું છે કે નહીં. તેણે કહ્યું કે, મને લાગે છે કે નામિબીયા સાથે વ્યક્તિગત રૂપે મારા માટે એક વિશેષ કરિયરને સમાપ્ત કરવા માટે તેનાથી સારી બીજી જગ્યા શું હોય શકે છે. મેં તેમની સાથે ખૂબ સારો સમય વિતાવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp