32 વર્ષમાં પહેલીવાર ડે-નાઈટ ટેસ્ટ, ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર

PC: jantaserishta.com

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે સ્થાનિક સિઝનની તમામ મેચોની તારીખો અને સ્થળની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાની છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીના ઈતિહાસમાં પ્રથમ વખત બંને ટીમો વચ્ચે 5 મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ પણ રમવાની છે.

ટીમ ઈન્ડિયા આ વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે. લગભગ 2 મહિનાના આ પ્રવાસમાં પ્રથમ મેચ 22 નવેમ્બરથી રમાશે. આ ટેસ્ટ મેચની યજમાનીની જવાબદારી પર્થને આપવામાં આવી છે, જે વિશ્વની સૌથી ખતરનાક પિચ માનવામાં આવે છે. ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ મેચ ખાસ હશે કારણ કે તે ડે નાઈટ એટલે કે ગુલાબી બોલની ટેસ્ટ હશે. ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી શરૂ થશે, જેનું આયોજન બ્રિસ્બેનમાં થશે. ચોથી ટેસ્ટ મેલબોર્નમાં 26 ડિસેમ્બર એટલે કે બોક્સિંગ ડે પર રમાશે. સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં નવા વર્ષે 3 જાન્યુઆરીથી શરૂ થશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના ઈતિહાસમાં 32 વર્ષ પછી બંને ટીમો 4ની જગ્યાએ 5 મેચ રમશે. અગાઉ 1991-92માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. આ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી જ્યાં ભારતીય ટીમનો 1-4થી પરાજય થયો હતો.

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીનું શેડ્યૂલઃ પ્રથમ ટેસ્ટઃ 22-26 નવેમ્બરઃ પર્થ, બીજી ટેસ્ટઃ 6-10 ડિસેમ્બરઃ એડિલેડ (પિંક બોલ ટેસ્ટ) (ડે-નાઈટ ટેસ્ટ), ત્રીજી ટેસ્ટઃ 14-18 ડિસેમ્બરઃ બ્રિસ્બેન, ચોથી ટેસ્ટઃ 26-30 ડિસેમ્બર: મેલબોર્ન, પાંચમી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી: સિડની

અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ છેલ્લે 2020-2021 દરમિયાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. તે સમયે બંને ટીમો વચ્ચે માત્ર 4 ટેસ્ટ મેચ, 3 ODI અને 3 T20 મેચ રમાઈ હતી. ખાસ કરીને ટેસ્ટ મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં 8 વિકેટે જીત મેળવી હતી. બીજી મેચમાં ભારતીય ટીમનો 8 વિકેટે વિજય થયો હતો, પરંતુ ત્રીજી મેચ ડ્રો રહી હતી. ચોથી મેચ સિરીઝ ડ્રો કરી શકી હોત, પરંતુ ઋષભ પંતની ઐતિહાસિક ઇનિંગના કારણે ભારતે આ મેચ 3 વિકેટે જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp