પિતા કારગિલ વોરના હીરો, કીટ અપાવવા પૈસા નહોતા તો.., જાણો ધ્રુવ જૂરેલની કહાની

PC: espncricinfo.com

રિષભપંત દિલ્હીના ગુરુદ્વારામાં રાત વિતાવતા ક્રિકેટર બન્યો, તો ટી. નટરાજનની માતા રસ્તા પર મીટ વેચતી હતી. રિંકુ સિંહના પિતા ઘેર ઘેર જઈને ગેસ સિલિન્ડર વહેંચતા હતા અને ધ્રુવ જૂરેલની કહાની પણી સામે છે. તેના પિતાએ આખી જિંદગી ખભા પર બંદૂક ટાંગીને ભારતની સુરક્ષા કરવામાં વિતાવી તો કારગિલ વોરમાં પાકિસ્તાનનો પણ તેમણે સામનો કર્યો. એટલું જ નહીં ધ્રુવ જૂરેલને ક્રિકેટ કીટ અપાવવા પૈસા નહોતા તો માતાએ પોતાના ઘરેણાં વેચ્યા. ત્યારે જઈને આજે આ દીકરો ભારત માટે ડેબ્યૂ કરી શક્યો છે. દિનેશ કાર્તિકે તેને ડેબ્યૂ કેપ પહેરાવી.

એ અલગ વાત છે કે, આ ખાસ દિવસ પર વધારે ચર્ચા સરફરાજની થઈ રહી છે, જે મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રનોનો વરસાદ કરી રહ્યો હતો, પરંતુ આંકડા અને સંઘર્ષમાં કારગિલ વોરના હીરોનો દીકરો સરફરાજ ખાનથી ઓછો નથી. ધ્રુવ જૂરેલને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં કે.એસ. ભારતને રિપ્લેસ કરવામાં આવ્યો છે. એક તરફ સરફરાજ ખાન છે, જેના પિતા નૌશાદ ખાને તેને ઇન્ટરનેશનલ ક્રિકેટર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું.

તેણે પોતાની આખી જિંદગી સરફરાજ ખાનને ભારતીય ક્રિકેટ ટીમની કેપ પહેરીને જોવા માટે આપી, તો ધ્રુવ જૂરેલના પિતા ઇચ્છતા હતા કે દીકરો નેશનલ ડિફેન્સ અકાદમી (NDA)ની પરીક્ષા આપે અને મોટો ઓફિસર બનીને તેમની જેમ ઇન્ડિયન આર્મીમાં દેશની સેવા કરે, પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. આગ્રાના 23 વર્ષીય ક્રિકેટર ધ્રુવ જૂરેલે ગુરુવારે રાજકોટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું. ટીમ મેનેજમેન્ટે કે.એસ. ભરતની જગ્યાએ તેને ચાંસ આપવાનો નિર્ણય લીધો જેણે છેલ્લી કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કર્યું નથી.

ધ્રુવન પિતા નેમ સિંહ ભારતીય સેનામાં રહ્યા અને કોન્સ્ટેબલના પદ પરથી રિટાયર થયા છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, તેઓ પોતાના દીકરાની સફળતાથી રોમાંચિત છે. તેઓ તેને એક સપનું સાચું થવાના રૂપમાં માને છે અને ધ્રુવનું સમર્થન કરનારા બધા લોકોના આભારી છે. નેમ સિંહ ઈચ્છતા હતા કે ધ્રુવ નેશનલ ડિફેન્સ અકાદમીમાં સામેલ થાય અને દેશની સેવા કરે, પરંતુ ક્રિકેટ પ્રત્યે ધ્રુવનું ઝનૂન તેને એક અલગ દિશામાં લઈ ગયું. જો કે, તેના પરિવારમાં પહેલા કોઈ પણ ક્રિકેટ રમતું નહોતું, પરંતુ ધ્રુવની પ્રતિભાને જલદી ઓળખી લેવામાં આવી અને તેના પિતાએ તેના કૌશલ્યને વિકસિત કરવા માટે કોચ પરવેન્દ્ર યાદવની મદદ માગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp