ભારતીય ટીમને મોટો ઝટકો, આ બે ખેલાડી સાઉથ આફ્રિકાની વન-ડે સીરિઝથી બહાર

PC: twitter.com

ભારતીય ટીમ આ સમયે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. T20 સીરિઝ સમાપ્ત થઈ ગઈ છે. હવે ભારતીય ટીમ વન-ડે અને ત્યારબાદ ટેસ્ટ સીરિઝ રમશે. ભારતીય ટીમને આ બંને સીરિઝ અગાઉ તગડો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચાહર વન-ડે સીરિઝથી હટી ગયો છે. તો મોહમ્મદ શમી ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ એક પોસ્ટમાં આ બાબતે જાણકારી આપી છે. BCCIએ જણાવ્યું કે, દીપક ચાહરે BCCIને સૂચિત કર્યું છે કે તે ફેમિલી મેડિકલ ઇમરજન્સીના કારણે આગામી વન-ડે સીરિઝ માટે ઉપલબ્ધ નહીં હોય.

હવે દીપક ચાહરની જગ્યાએ આકાશ દીપને સામેલ કરવામાં આવ્યો છે. વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ 24 વિકેટ લેનારા મોહમ્મદ શમી જેની ટેસ્ટ સીરિઝમાં ભાગીદારી ફિટનેસ પર નિર્ભર હતી, તેને BCCIની મેડિકલ ટીમે રમવાની મંજૂરી આપી નથી. એવામાં વર્લ્ડ કપનો આ સ્ટાર બોલર 2 ટેસ્ટ મેચોની સીરિઝથી બહાર થઈ ગયો છે. 17 ડિસેમ્બરના રોજ જોહાનિસબર્ગની પહેલા વન-ડે સમાપ્ત થયા બાદ શ્રેયસ ઐય્યર ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ થશે. તે બીજી અને ત્રીજી વન-ડે માટે ઉપલબ્ધ નહીં હોય. આકાશ દીપ ઘરેલુ ક્રિકેટમાં બંગાળ માટે રમે છે. તેણે 25 ફર્સ્ટ ક્લાસ, 28 લિસ્ટ-A અને 41 T20 મેચ રમી છે, જેમાં તેણે ક્રમશઃ 90, 42 અને 48 વિકેટ લીધી છે.

ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ ટી. દીલિપ ટેસ્ટ ટીમ સાથે જોડાશે, તેઓ ઇન્ટર સ્ક્વોડ ગેમ અને ટેસ્ટ માટે તેમની તૈયારીઓની દેખરેખ કરશે. વન-ડે ટીમમાં ભારતીય ટીમને કોચિંગ નવો સ્ટાફ આપશે. તેમાં ભારત-A ટીમનો કોચિંગ સ્ટાફ સામેલ છે. તેમાં બેટિંગ કોચ સિતાંશુ કોટક, બોલિંગ કોચ રાજીવ દત્તા અને ફિલ્ડિંગ કોચ અજય રાત્રા સામેલ છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતની વન-ડે ટીમ:

ઋતુરાજ ગાયકવાડ, સાઇ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રીન્કુ સિંહ, શ્રેયસ ઐય્યર, કીલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર) અક્ષર પટેલ, વૉશિંગતન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ.

ભારતનું દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ:

17 ડિસેમ્બર, પહેલી વન-ડે, જોહાનિસબર્ગ

19 ડિસેમ્બર, બીજી વન-ડે, પોર્ટ એલિઝાબેથ

21 ડિસેમ્બર, ત્રીજી વન-ડે, પાર્લ

26-30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ, સેન્ચુરિયન

3-7 જાન્યુઆરી 2024, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp