IPL 2024 અગાઉ DCને વધુ એક ઝટકો, આ ખેલાડી થયો બહાર, રિપ્લેસમેન્ટની જાહેરાત

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ને શરૂ થવામાં હવે માત્ર થોડા જ દિવસોનો સમય બચ્યો છે, પરંતુ દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. હેરી બ્રુક બાદ દક્ષિણ આફ્રિકન ફાસ્ટ બોલર લુંગી એનગિડી ઇજાના કારણે ટૂર્નામેન્ટથી બહાર થઈ ગયો છે. દિલ્હી કેપિટલ્સ (DC)3 તેના રિપ્લેસમેન્ટના રૂપમાં યુવા ઑલરાઉન્ડર જેક ફ્રેજર મેકગર્કને ટીમમાં સામેલ કર્યો છે. IPLએ શુક્રવાર 15 માર્ચના રોજ લુંગી એનગિડી ટૂર્નામેન્ટથી બહાર થવાની જાણકારી આપી છે.

દિલ્હી કેપિટલ્સે જેકને 50 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. IPL દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ (DC)એ ટાટા IPL 2024ની આઝમી સીઝન માટે લુંગી એનગિડીના રિપ્લેસમેન્ટના રૂપમાં ઑલરાઉન્ડર જેક ફ્રેજર મેકગર્કને નામિત કર્યો છે. લુંગી એનગિડી જેણે 14 IPL મેચોમાં 25 વિકેટ લીધી છે. તે ઇજાના કારણે IPL 2024થી બહાર થઈ ગયો છે.

ફ્રેજર મેકગર્કે ઓસ્ટ્રેલિયા માટે 2 વન-ડે મેચ રમી છે અને 50 લાખ રૂપિયાની રકમ ખર્ચ કરીને દિલ્હી કેપિટલ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. હેરી બ્રુક ટૂર્નામેન્ટમાંથી હટ્યા બાદ લુંગી એનગિડીનું ઇજાના કારણે બહાર થવું દિલ્હી કેપિટલ્સ માટે એક મોટો ઝટકો છે. ઇંગ્લિશ બેટ્સમેને પુષ્ટિ કરી કે પારિવારિક નુકસાન બાદ IPL નહીં રમે અને પરિવારજનો સાથે સમય વિતાવશે. હેરી બ્રુકે ખુલાસો કર્યો કે લાંબી બીમારી બાદ તેની દાદીનું મોત થઈ ગયું હતું અને તે પોતાના પરિવારના સભ્યો સાથે રહેવા માગે છે.

આ બે વિદેશી ખેલાડીઓ ટૂર્નામેન્ટથી બહાર થયા બાદ એનરિક નોર્ત્જે અને ઝાંય રિચર્ડસનની હવે પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા બનતી દેખાઈ રહી છે. બંને ફ્રન્ટલાઇન બોલર દિલ્હી કેપિટલ્સની બોલિંગની શરૂઆત કરીને વિપક્ષી ટીમને મુશ્કેલીમાં નાખી શકે છે. જો કે, નોર્ત્જેએ પણ વર્ષ 2023 બદ પહેલી વખત પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં ગયા અઠવાડિયે જ કમબેક કર્યું છે. નોર્ત્જે અને રિચર્ડસન સિવાય ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને હવે ફ્રેજર મેકગર્ક દિલ્હી કેપિટલ્સ માટે વિદેશી લાઇનઅપનો હિસ્સો છે. દિલ્હી કેપિટલ્સની પહેલી મેચ 23 માર્ચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp