દિલ્હીએ રોહિત શર્મા માટે મુંબઈને કરી હતી અપ્રોચ, પરંતુ આ કારણે ન થઈ ડીલ

PC: telanganatoday.com

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં દિલ્હી કેપિટલ્સ (DC) ફ્રેન્ચાઇઝી ઇચ્છતી હતી કે કોઈ સીનિયર ખેલાડી તેમની ટીમને લીડ કરે. જેવી જ આ વાત સામે આવી, મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિક પંડ્યાને પોતાની સાથે જોડવાની ઈચ્છા વ્યક્ત કરી. તો એવી જ રીતે દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને રોહિત શર્મા માટે અપ્રોચ કરી હતી. દિલ્હી કેપિટલ્સ ઇચ્છતી હતી કે તે ટ્રેડના માધ્યમથી રોહિત શર્માને પોતાની સાથે જોડી લે, પરંતુ એ સંભવ ન થયું. તેની પાછળ શું કારણ હતું, ચાલો આ આર્ટિકલમાં જાણીએ.

દિલ્હી કેપિટલ્સ અને રોહિત શર્મા વચ્ચે ડીલ એટલે ન થઈ શકી કેમ કે રોહિત શર્મા અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે કોન્ટ્રાક્ટ છે, જેના કારણે તે ટ્રેડ માટે ઉપલબ્ધ નહોતો. સ્પોર્ટ્સ ટૂડેના રિપોર્ટ મુજબ, દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને એક ઇમ્પેક્ટ ખેલાડી તરીકે રમાડવાના ઉદ્દેશ્યથી સીનિયર ખેલાડીને કેપ્ટન્સી સોંપવાનું મન બનાવ્યું હતું. જો કે, જ્યારે રોહિત શર્મા સાથે તેની ડીલ ન થઈ તો તેણે રિષભ પંતને જ કેપ્ટન બનાવવો પડ્યો. તો રોહિત શર્માની વાત કરીએ તો તેને મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં જ કેપ્ટન્સીમાંથી હટાવી દીધો છે.

તે માત્ર એક ખેલાડી તરીકે ટીમમાં રમતો નજરે પડશે. રોહિત શર્મા IPL 2024માં હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં રમશે. મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ (GT) પાસેથી ટ્રેડમાં લીધો છે. તે છેલ્લી બે સીઝનમાં ગુજરાતની ટીમનો કેપ્ટન હતો અને તે આ જ શરત પર મુંબઈમાં ફર્યો કે તેને કેપ્ટન્સી મળે. મુંબઈ ઇન્ડિયન્સે સત્તાવાર રૂપે હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાની મુંબઇમાં વાપસી એ કારણે સંભવ થઈ શકી કેમ કે મુંબઈ ઇન્ડિયન્સે કેમરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને ટ્રેડમાં આપ્યો છે.

આ જ કારણ હતું કે આ મોંઘા ખેલાડીને મુંબઈ ઇન્ડિયન્સ પોતાની સાથે જોડી શકી કેમ કે સાડા 17 કરોડ રૂપિયામાં તેણે કેમરોન ગ્રીનને ખરીદ્યો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સોંપી દીધો તો એટલી રકમ તેના પર્સમાં બાકી રહી, જેથી તે હાર્દિક પંડ્યાને પૈસા આપી શકે છે. કેટલીક ટ્રાન્સફર ફીસ પણ મુંબઈ ઇન્ડિયન્સને ચૂકવવી પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp