હારી ગયા તો પણ સંજુએ પરાગ અને જૈસવાલના વખાણ કર્યા

PC: BCCI

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને તેના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જૈસવાલ અને રેયાન પરાગના વખાણ કર્યા, જેમણે અડધી સદી ફટકારવા ઉપરાંત, ઇન્ડિયન પ્રીમિયર લીગની સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની 50મી મેચમાં ગુરુવારે એકદમ નજીકની મેચમાં એક રનથી હાર છતાં સદીની ભાગીદારી કરી.

રોયલ્સને છેલ્લા બોલ પર જીતવા માટે બે રનની જરૂર હતી પરંતુ ભુવનેશ્વર કુમાર (41 રનમાં 3 વિકેટ) રોવમેન પોવેલ (15 બોલમાં 27 રન)ને LBW આઉટ કરી દીધો હતો, ટીમ 202 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર 200 રન બનાવી શકી હતી. પરાગ (77 રન, 49 બોલ, 8 ચોગ્ગા, 4 છગ્ગા) અને જૈસવાલે (67 રન, 40 બોલ, 7 ચોગ્ગા, 2 છગ્ગા) અડધી સદી ફટકારવા ઉપરાંત ત્રીજી વિકેટ માટે 134 રન પણ જોડ્યા પરંતુ તેઓ રોયલ્સ વિજય અપાવી શક્યા ન હતા. આ બંને એવા સમયે એકસાથે આવ્યા હતા, જ્યારે ટીમ પ્રથમ ઓવરમાં એક રનમાં બે વિકેટ ગુમાવ્યા પછી મુશ્કેલીમાં હતી.

સેમસને મેચ પછી પરાગ અને જૈસવાલના વખાણ કર્યા અને કહ્યું, 'તમારે બંને યુવાનોને શ્રેય આપવો પડશે. તેમણે ઇનિંગ્સની જવાબદારી સંભાળી, અમને જીતની નજીક પહોંચાડવા માટે જવાબદારીપૂર્વક રમ્યા. તમારે જોખમ તો ઉઠાવવું પડે છે અને આઉટ પણ થઇ શકો છો. તેમણે ખરેખર સારી બેટિંગ કરી.'

સેમસને ડેથ ઓવરોમાં અસરકારક બોલિંગ માટે સનરાઇઝર્સના બોલરોને શ્રેય આપ્યો હતો. તેણે કહ્યું, 'અમે કેટલીક જીતની નજીકની મેચ રમી છે અને તેમાંથી કેટલીક જીતી પણ છે. અહીં એક મેચ હારી ગયા અને અમારે તેનો શ્રેય સનરાઇઝર્સના બોલરોને આપવો પડશે. અમે છેલ્લી ઓવર સુધી 10 રન પ્રતિ ઓવરના દરે રન બનાવી રહ્યા હતા. IPLમાં ભૂલ માટે બહુ ઓછું માર્જિન છે અને તમારે સનરાઇઝર્સને ક્રેડિટ આપવી પડશે.'

મેચની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સને જીતવા માટે છ બોલમાં 13 રનની જરૂર હતી. હૈદરાબાદ માટે છેલ્લી ઓવર નાખવા આવેલા ભુવનેશ્વરે પ્રથમ બોલ રવિચંદ્રન અશ્વિનને રમાડ્યો હતો. તે સમયે રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિન અને રોવમેન પોવેલ બેટિંગ કરી રહ્યા હતા. ભુવનેશ્વરના પ્રથમ બોલ પર અશ્વિને સિંગલ લીધો હતો. ત્યાર પછી પોવેલે બીજા બોલ પર બે રન લીધા હતા. હવે ટીમને ચાર બોલમાં 10 રનની જરૂર હતી. ત્યાર પછી પોવેલે ત્રીજા બોલ પર શાનદાર ફોર ફટકારી હતી. ત્યાર પછી પોવેલે ચોથા અને પાંચમા બોલ પર બે રન લીધા હતા. હવે ટીમને જીતવા માટે એક બોલમાં બે રનની જરૂર હતી. પરંતુ ભુવનેશ્વરે છેલ્લા બોલ પર પોવેલને LBW આઉટ કર્યો હતો. આ રીતે હૈદરાબાદની ટીમે હારેલી રમત જીતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp