દિનેશ કાર્તિકના મતે ધોનીની સિક્સને કારણે હારી CSK

PC: twitter.com

ચેન્નાઈ સુપર કિંગ્સ બેંગ્લોરની ટીમ સામે કંઈ રીતે હાર્યું અને તેના માટે કોણ જવાબદાર છે, તેના પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં અમુક લોકો ખરાબ બોલિંગને જવાબદાર ગણે છે, ઘણા શિવમ દૂબને સતત ફેલ થવાને જવાબદાર ગણે છે, પરંતુ અમુક ફેન્સ આ માટે મહેન્દ્રસિંહ ધોનીને પણ જવાબદાર ગણે છે. ફેન્સનું કહેવું છે કે, ધોની મોડો-મોડો રમવા આવ્યો જેને કારણે હારનો સામનો કરવો પડ્યો છે. આ સિવાય દિનેશ કાર્તિકનું કંઈક અલગ જ માનવું છે. દિનેશ કાર્તિકનું કહેવું છે કે, ધોનીની સિક્સને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હારી ગઈ હતી.

દિનેશ કાર્તિકે કહ્યું હતું કે, આ મેચની સૌથી સારી વસ્તુ હતી મહેન્દ્ર સિંહ ધોનીની સિક્સ. ધોનીની એ સિક્સ પછી બોલ મેદાનની બહાર ચાલ્યો ગયો હતો અને અમને નવો બોલ મળ્યો હતો. આ નવા બોલથી બોલિંગ કરવી સરળ હતી અને યશ દયાલે કમાલની બોલિંગ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી ઓવરમાં ચેન્નાઈને જીતવા માટે 17 રનની જરૂર હતી, યશ દયાળ બોલિંગ કરવા આવ્યો હતો, ધોની બેટિંગ પર હતો તેણે બળ પ્રયોગ કરીને 110 મીટર લાંબી સિક્સ ફટકારીને બોલને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો હતો. ત્યાર બાદ અમ્પાયરે નવો બોલ લાવવો પડ્યો હતો અને  નવા બોલની પહેલી જ બોલે યશે ધોનીને પેવેલિયન મોકલી દીધો હતો અને ત્યાર બાદ એ ઓવરમાં ફક્ત 1 જ રન આવ્યો હતો અને RCBએ IPLની પ્લેઓફ્સ માટે ક્વોલિફાઇ કરી લીધું હતું.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે હાર બાદ IPLની પ્લેઓફ્સની રેસમાંથી બહાર થયેલી ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સ ખૂબ જ નિરાશ છે, તેઓ ક્વોલિફાય થવાની એકદમ નજીક આવીને હારી ગયા હતા. આમાં સૌથી વધુ જો કોઈનું દુખ જોવા મળ્યું હતું તો તે છે મહેન્દ્ર સિંહ ધોની. ધોની આઉટ થયા બાદ ડગઆઉટમાં બેસી ગયો હતો અને એકદમ નિરાશ જોવા મળ્યો હતો. પણ ચોકાવનારી વસ્તુ એ  રહી કે, તે સ્ટેડિયમ પર મેચ પૂરી થઈ ગઈ ત્યાર બાદ બેંગ્લોરના ખેલાડીઓ સાથે હાથ મળાવ્યા વગર જ પેવેલિયન જવા નિકળી ગયો હતો, જેનો વીડિયો પર વાયરલ થયો હતો. ધોનીની આ હરકતથી ઘણા ક્રિકેટ ફેન્સે તેને ટીકા કરી હતી અને કહ્યું હતું કે, હાર-જીત તો થતી રહે પણ ખેલાડીએ ખેલભાવના ન ભૂલવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp