ધોનીએ આ નિયમના કારણે છોડી CSKની કેપ્ટન્સી કે લગાવ્યો માસ્ટરસ્ટ્રોક?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની સીઝનની શરૂઆત 22 માર્ચ એટલે કે આજથી શરૂ થઈ રહી છે. સીઝનની પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમશે. IPLની શરૂઆત અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન કુલ કહેવાતા મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડતા ઋતુરાજ ગાયકવાડને ટીમની કમાન સોંપી દીધી છે.

મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કેપ્ટન્સી છોડવા પાછળ ઘણા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. ધોનીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ અગાઉ કેપ્ટન્સી છોડી દીધી છે, જેથી ચેન્નાઈ સુપર કિંગ્સના ફેન્સને નિરાશા તો થશે, પરંતુ શું તેની પાછળ ધોનીએ કોઈ માસ્ટર સ્ટ્રોલ લગાવ્યો છે? ધોની દ્વારા અચાનક કેપ્ટન્સી છોડવા પર બધાએ એ જ સવાલ કર્યો કે અંતે ધોનીએ અચાનક આ નિર્ણય કેમ લીધો? તેનો જવાબ IPL 2024ના ઇમ્પેક્ટ પ્લેયર નિયમ હોય શકે છે.

IPL 2024માં પ્લેઇંગ ઇલેવન સિવાય એક ખેલાડીને ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ઉતારી શકાય છે. એવું સંભવ છે કે ધોનીએ આ નિયમના કારણે કેપ્ટન્સી છોડવાનો નિર્ણય લીધો હોય. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ મોડેથી બેટિંગ કરવા આવે છે. તે મેચમાં થોડા જ બૉલ રમી શકે છે. હવે જો આ સીઝન તેને પહેલા પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા ન મળે તો ચોંકવાની જરૂરિયાત નથી કેમ કે તેને મેચમાં ઇમ્પેક્ટ ખેલાડીના રૂપમાં પણ ઉતારી શકાય છે.

જો ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરે છે તો તે મહેન્દ્ર સિંહ ધોનીને પ્લેઇંગ ઇલેવનમાં ઉતારી શકે છે. જો વિકેટ પડે છે અને મેચમાં કંઈક ટીમ વિરુદ્ધ જાય છે તો ધોનીને બેટ્સમેન તરીકે ઉતારી શકાય છે. તો જો ચેન્નાઈ સુપર કિંગ્સ સ્કોર ચેઝ કરે છે તો પણ ધોનીને બીજી ઇનિંગમાં ઉપયોગ કરી શકાય છે. આ બધુ મેચ અને તેની સ્થિતિ પર નિર્ભર કરશે. ઇમ્પેક્ટ ખેલાડી તરીકે ધોની પ્લેઇંગ ઇલેવનમાં ન રહીને પણ ટીમ સાથે મેદાન પર રમી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ધોનીનો ઉપયોગ કેવી રીતે કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp