ધોનીની અરજી પર રિટાયર્ડ IPS અધિકારીને 15 દિવસની જેલ, જાણો શું છે મામલો

PC: cricketaddictor.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફથી દાખલ કરવામાં આવેલી અવમાનનાની અરજી પર મદ્રાસ હાઇ કોર્ટે શુક્રવારે (15 ડિસેમ્બરે) રિટાયર્ડ IPS અધિકારી જી. સંપત કુમારને 15 દિવસની સાધારણ કારાવાસની સજા સંભળાવી. જસ્ટિસ એસ.એસ. સુંદર અને જસ્ટિસ સુંદર મોહનની બેન્ચે સંપત કુમારને ગુનાહિત અવમાનનાનો દોષી માન્યા. બેન્ચે સંપત કુમારને અપીલ દાખલ કરવાની મંજૂરી આપવા માટે સજાને 30 દિવસ માટે સ્થગિત કરી દીધી.

ધોનીએ કેમ નોંધાવ્યો હતો કેસ?

મહેન્દ્ર સિંહ ધોનીએ સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટ વિરુદ્ધ કથિત રૂપે અવમાનનાવાળું નિવેદન આપવા માટે IPS અધિકારી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ધોનીએ IPL સટ્ટેબાજીમાં પોતાનું નામ લેવાને લઈને વર્ષ 2014માં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો  અને 100 કરોડ રૂપિયાની ક્ષતિપૂર્તિની માગ કરી હતી. એ કેસ પર દાખલ સંપત કુમારના જવાબી એફિડેવિટમાં કોર્ટ વિરુદ્ધ કરેલી ટીપ્પણીઓ માટે તેમને દંડિત કરવાની માગ કરવામાં આવી હતી.

મદ્રાસ હાઇકોર્ટે શું કહ્યું?

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, બેન્ચ પોતાના આદેશમાં કહ્યું કે, સંપત કુમારે જાણીજોઇને આ કોર્ટ અને સુપ્રીમ કોર્ટને બદનામ કરવા અને તેના અધિકારને ઓછો કારવાનો પ્રયાસ કર્યો. કોર્ટે કહ્યું કે, જ્યારે આદેશને કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ બતાવતા મધ્યસ્થ આદેશ આપવા વિરુદ્ધ એક સામાન્ય નિવેદન આપવામાં આવ્યું તો એ ઉચિત ટિપ્પણી નહોતી. પીઠે કહ્યું કે, આ પ્રકારે સુપ્રીમ કોર્ટ પર એ આરોપ લગાવવો કે તે કાયદાના શાસન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં નિષ્ફળ રહી છે તેને કોઈ પક્ષની ફરિયાદની નિષ્પક્ષ અભિવ્યક્તિના રૂપમાં સ્વીકાર નહીં કરી શકાય.

સંપત કુમારે કથિત રૂપે દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે 2013ની IPLમાં મેચ ફિક્સિંગ પર જસ્ટિસ મુગ્દલ સમિતિના રિપોર્ટના કેટલાક હિસ્સાઓને સીલબંધ કવકમાં રાખવાનો નિર્ણય લીધો અને તેને વિશેષ તપાસ ન સોંપી. ધોનીએ પોતાની અરજીમાં તર્ક આપ્યો કે સંપતે કહ્યું હતું કે, સીલબંધ કવરને રોકવા પાછળ સુપ્રીમ કોર્ટનું એક ઉદ્દેશ્ય હતું. ઉલ્લેખનીય છે કે, ધોનીની કેપ્ટન્સીમાં ભારતે વર્ષ 2007 T20 વર્લ્ડ કપ, વર્ષ 2011માં વર્લ્ડ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. એમ કરનારો ધોની દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 5 વખત IPL ટ્રોફી જીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp