ધોનીનો 'હુક્કો પીતા' વીડિયો થયો વાયરલ, સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં માહીએ સૂટ પહેર્યો છે, તેની નજીકમાં કેટલાક લોકો છે અને તે હુક્કો પી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ધોનીના હાથમાં હુક્કાની પાઈપ છે અને તે હુક્કાનો કશ લઈ રહ્યો છે અને ધુમાડો છોડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જો કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે? KHABARCHHE.COM આની પુષ્ટિ કરતું નથી. ‘ડીપફેક’ના આ યુગમાં આપણે ઘણી હસ્તીઓના નકલી વીડિયો જોયા જ છે.
પરંતુ લોકોએ આ વીડિયોને પકડી લીધો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકો ધોની સાથે જોવા મળ્યા હતા, ઘણા લોકોએ પૂર્વ ભારતીય કેપ્ટનને ટ્રોલ કર્યો હતો.
We always heard stories of MS Dhoni the hukka addict, now we can see it also!!
— Rajiv (@Rajiv1841) January 6, 2024
Very bad impact on youth of the country, he should avoid such things when he knows how influential he is.
Atleast learn from Virat Kohli!!pic.twitter.com/1NOzubyjRl
રાજીવ નામના યુઝરે તેને વિરાટ કોહલી પાસેથી શીખવાની સલાહ આપી. તેણે લખ્યું, 'અમે હંમેશા ધોની હુક્કા પીવાની વાર્તા સાંભળી છે અને હવે અમે તે જોઈ પણ શકીએ છીએ. દેશના યુવાનો પર તેની ખૂબ જ ખરાબ અસર પડશે. જ્યારે તેઓ જાણતા હોય કે, તેઓ કેટલા પ્રભાવશાળી છે, ત્યારે તેઓએ આવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. ધોની એ ઓછામાં ઓછું વિરાટ કોહલી પાસેથી શીખવું જોઈએ.'
Reason behind I'm not liking this man.
— ANANT 🇮🇳 (@Akk_vk18) January 6, 2024
Dhoni fans Now : Bhai yakeen kar flavour wala hookah health ke liye harmful ni hota.😭pic.twitter.com/0xSwtNBEM0
અન્ય એક યુઝરે લખ્યું, 'આ જ કારણ છે કે મને આ માણસ પસંદ નથી. હવે ધોનીના ચાહકો કહેશે કે મારા પર વિશ્વાસ કરો ભાઈ, ફ્લેવર્ડ હુક્કો સ્વાસ્થ્ય માટે ખરાબ નથી.' ધ્રુવીએ લખ્યું, 'આ વર્ષે આપણે ધોનીને હુક્કો પીતા જોશું. આવું જોવા માટે ક્યારેય વિચાર્યું નહોતું.' અનિકેત નામના યુઝરે લખ્યું, 'ધોનીની પૂજા કરનારા લોકો તેનો હુક્કાનો વીડિયો જોઈને એકદમ ચૂપ છે.' અન્ય એક યુઝરે માહીનો બચાવ કર્યો. લખ્યું, 'ધોની જે હુક્કો પી રહ્યો છે. તેમાં તમાકુ નથી હોતું.'
Seeing Dhoni smoking hookah wasn't on my 2024 list
— dhruviii (@dhruviiiparmar) January 6, 2024
ગઈકાલે, 6 જાન્યુઆરીએ, ધોનીનું નામ તેની સાથે બનેલી કથિત છેતરપિંડીના કારણે સામે આવ્યું હતું. ધોનીએ તેના ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર વિરુદ્ધ 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. રાંચી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, મિહિર દિવાકર અને સૌમ્યા બિસ્વાસ પર આરોપ છે કે, તેઓએ વર્ષ 2017માં મહેન્દ્ર સિંહ ધોની સાથે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર કર્યો હતો. પરંતુ દિવાકરે કરારમાં કરેલી શરતોનું પાલન કર્યું ન હતું.
Dhoni ki pooja karne wale log aajkal hookah wale video pe chup hai. pic.twitter.com/swVuefYflz
— Aniket Kandge (@AussieBhakt) January 7, 2024
Recent Video MS Dhoni Likes Smoking Hookah or sheesha.
— Bhavik oza (@bhavikoza_) January 7, 2024
That does not contain any tobacco. 🚫
મહેન્દ્ર સિંહ ધોનીના વકીલ દયાનંદ સિંહે કહ્યું કે, 15 ઓગસ્ટ, 2021ના રોજ તેણે 'અરકા સ્પોર્ટ્સ'માંથી ઓથોરાઈઝેશન લેટર પાછો ખેંચી લીધો હતો. મિહિર અને સૌમ્યા આ 'અરકા સ્પોર્ટ્સ' સાથે જોડાયેલા હતા. ધોની દ્વારા તેને ઘણી કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી હતી, પરંતુ તે પછી પણ કોઈ ફાયદો થયો ન હતો.
આ સાથે જ આ કેસને લઈને મિહિર દિવાકરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે પીછેહઠ કરી અને પૂર્વ ભારતીય કેપ્ટન પર આરોપ લગાવ્યો કે, ધોની તેના નામના કારણે તેનો બિઝનેસ અને સામાજિક દરજ્જો બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp